કોરોના ઇફેક્ટ : ચાઈનાથી આવતી પિચકારીઓ અને રંગોની આયાતમાં ઘટાડો સાથે લોકોમાં ચાઈનીઝ ચીજ વસ્તુઓનો ડર
ચાઇનામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. વાયરસના પ્રકોપે લોકોને તેના ભરડામાં લીધા છે અને મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસમાં ઝપટમાં આવ્યા છે. અને કેટલાકના લોકોના મોત પણ થયા છે. ત્યારે ચાઇનાથી આવતા માલ સામાનની આયતીકરણમાં પણ મોટો ફટકો પડ્યો છે. ભારત તેમજ અન્ય દેશોએ પણ આ વાયરસનો પગ પેસારો ન થાય તે માટે અગમચેતીના ભાગરૂપે આયત અને નિકાસ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં હોળી તહેવાર આવી રહ્યો છે અને લોકો હોળી તહેવારે ધામધૂમથી ઉજવણી કરે છે.
તેમાં ખાસ કરીને નાના બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર સમા પીચકારીઓની માંગ વધુ હોય છે.મોડાસાના બજારમાં દર વર્ષે હોળીના આગમન પહેલા જ બજારમાં પિચકારીઓ આવતી હોય છે. આ અંગે વેપારી સુત્રોએ જણાવ્યું હતું કે જીલ્લાના બજારોમાં આ વખતે મેડ ઈન ઇન્ડિયા બનાવટની દિલ્હીની પિચકારીઓ વધુ જોવા મળી રહી છે.
જયારે ચાઇનાથી આયત થતી ન હોવાના કારણે ચાઇનાની પીચકારીઓ બજારમાં ખુબજ ઓછી જોવા મળી રહી છે. અને કોરોના વાયરસ શરૂ થયો તે પહેલા આવેલા માલ ખુબ જ ઓછો છે. અને હાલ નવા માલની આવક નથી. અગાઉ આવેલા માલના ભાવ ખુબજ ઉંચા રહેવા પામ્યા છે. વાયરસના કારણે ચાઇનાથી પીચકારીઓ સહિતના માલ સામાનની આયત ઓછી કેમકે કોરોના વાયરસના ગભરાહટના કારણે ચાઇના માલની ખરીદી ઓછી જોવા મળી રહી છે. જેના લીધે હોળીના પર્વમાં વાયરસની અસર મોડાસા સહીત જીલ્લાના બજારોમાં જોવા મળી રહી છે