કોરોના ઇમરજન્સી ફંડ માટે એક કરોડ ડોલર આપવા મોદીની જાહેરાત

File
નવીદિલ્હી, કોરોના વાયરસનો સામનો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ ઉપર સાઉથ એશિયન એસોસિએશન ફોર રિઝનલ કો-ઓપરેશન દેશોના પ્રમુખ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે એકબીજાની સામે આવ્યા હતા. આ ગાળા દરમિયાન વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ ફંડ બનાવવાનું સૂચન કર્યું હતું. સાથે સાથે ભારત તરફથી આના માટે એક કરોડ ડોલર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
સાર્ક નેતાઓએ મોદીની આ પહેલ માટે આભાર માન્યો હતો. સાથે સાથે સરકારનો સાથે મળીને સામનો કરવાની તૈયારી દર્શાવી હતી. મોદીએ કહ્યું હતું કે, દુનિયાની ૨૦ ટકા વસ્તીવાળા સાર્ક દેશોમાં ઇન્ફેક્શનના મામલા ઓછા છે પરંતુ તમામ દેશો સાથે મળીને આગળ આવે તે જરૃરી છે. સાથે મળીને પડકારનો સામનો કરવાની જરૃર છે.
મોદીએ કહ્યું હતું કે, કોરોના વાયરસને હાલમાં જ ડબલ્યુએચઓ દ્વારા ડિઝાસ્ટર તરીકે જાહેર કર્યો છે. સાર્ક દેશોમાં કેસોની સંખ્યા ઓછી છે. આશરે ૧૫૦ કેસો જ નોંધાયેલા છે. અમારા લોકોથી લોકો વચ્ચેના સંપર્ક ખૂબ સારા છે. એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા છે.