કોરોના ઈફેક્ટઃ ધનસુરા ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું
કોરોના વાઈરસ ને લઈ ધનસુરા ખાતે આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું.હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાઇરસ ચાલી રહ્યો છે.જેને લઈને દેશભરમાં સાવચેતી ના પગલાં લેવામાં આવી રહ્યા છે.અને વિવિધ કાર્યક્રમો યોજાય છે.ત્યારે ધનસુરા ગ્રામ પંચાયત પાસે ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું.
નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી અરવલ્લી ના માર્ગદર્શન હેઠળ ધનસુરા ગ્રામ પંચાયત ના સહયોગથી કોરોના પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળા નું વિતરણ તેમજ હોમિયોપથી દવા નું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં ધનસુરા ના સરપંચ યશવંતભાઈ પટેલ,સાબરડેરી ના ડિરેક્ટર કાંતિભાઈ પટેલ,શામળાજી મંદિર ના ટ્રસ્ટી અનિલભાઈ પટેલ,અર્પણભાઈ પટેલ,હોમિયો મેડિકલ ઓફિસર ડૉ.સતિષભાઈ.બી.પટેલ,તથા આયુર્વેદિક મેડિકલ ઓફિસર વૈદ્ય ગાયત્રીબેન પંચાલ,વૈદ્ય રીનાબેન અસારી, વૈદ્ય વિપુલભાઈ પટેલ એ સેવા બજાવી હતી.આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને આયુર્વેદિક ઉકાળા અને હોમિયો દવાનો લાભ લીધો હતો.