કોરોના ઈફેક્ટઃ નિકોલમાં ૨૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરવા નિર્ણય
અમદાવાદ, દેશમાં કોરોના વાયરસનાં વધી રહેલાં કેસ અને મરણની સંખ્યાનાં પગલે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનનાં અધિકારીઓ સતર્ક થઈ ગયાં છે. રાજ્ય આરોગ્ય સચિવ જયંતિ રવિ અને મ્યુનિ.કમિશનર વિજય નહેરાના અધ્યક્ષસ્થાને ખાસ તાકીદે મીટીંગ કરવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસનો ફેલાવો થાય તેવા સંજાગોમાં શંકાસ્પદ દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તે માટે ચર્ચા વિચારણા થઈ હતી. લગભગ ત્રણ કલાક ચાલેલી આ મીટીંગમાં ૨૦૦ પથારી, આઈસોલેટ વોર્ડ (મિની હોસ્પિટલ) તૈયાર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત નિકોલ ખાતે આવેલ એલઆઈજીનાં ૪૫૦ યુનિટ, અંદાજે ૯૦૦ રૂમમાં યુદ્ધનાં ધોરણે હોÂસ્પટલ શરૂ કરવા માટે નિર્ણય લેવાયો છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ નિકોલ એલઆઈજી ખાતે મ્યુનિ.કમિશનર, મ્યુનિ.આરોગ્ય અધિકારી, હાઉસિંગ પ્રોજેક્ટ ઈન્જિનિયર તથા ૨૫ જેટલાં કર્મચારીઓએ ૨૦૦ બેડની મિની હોસ્પિટલ શરૂ કરવાં યુદ્ધનાં ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. સવારે મળેલી મીટીંગમાં ઉત્તર ઝોનનાં ડેપ્યુટી મ્યુનિ.કમિશ્નર કે.જી.ઠક્કર, મ્યુનિ. આરોગ્ય અધિકારી ભાવિન સોલંકી, ડેપ્યુટી મ્યુનિ.કમિશ્નર (હેલ્થ) તથા જવાબદાર અધિકારીઓએ હાજર રહ્યાં હતાં.