Western Times News

Gujarati News

કોરોના ઈફેક્ટઃ મ્યુનિસિપલ કોર્પોરેશને ટેક્ષ પેટેે રૂા. ર૧૧ કરોડ આવક ગુમાવી

ગત નાણાંકીય વર્ષની સરખામણીમાં મિલકત વેરા પેટે રૂા.૧૮ર કરોડનો નોંધપાત્ર ઘટાડો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોના લોકડાઉનની જેટલી અસર નોકરી-ધંધા પર થઈ છે એટલી જ અસર સરકારી સંસ્થાઓ ઉપર પણ શરૂ થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાઉ દિકરા સમાન મિલકત વેરા વિભાગને નવા નાણાંકીય વર્ષમાં જબરદસ્ત નુકશાન થયુ છે. ગત નાણાંકીય વર્ષમાં મનપાને મિલકત વેરા પેટેે રૂા.૧૦૭ર.૯૪ કરોડની આવક થઈ હતી. મ્યુનિસિપલ તંત્ર દ્વારા નાણાંકીય વર્ષની શરૂઆતમાં એડવાન્સ ટેેક્ષ પેટે ૧૦ ટકા રીબેટ જાહેર કરવામાં આવે છે.

સદ્દર યોજના દરમ્યાન તંત્રને રૂા.લગભગ રૂા.૬૦૦ કરોડની આવક થાય છે. ચાલુ વરસે કોરોના લોકડાઉનના કારણે એડવાન્સ ટેજ્ઞ યોજના જૂન મહિનામાં જાહેર કરવામાં આવી હતી.  પરંતુ વેપાર-ધંધા લગભગ બંધ હોવાથી મ્યુનિસિપલ ટેક્ષ વિભાગની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક અંદાજ મુજબ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વરસે એડવાન્સ ટેક્ષની આવકમાં રૂા.૧૮૦ કરોડ કરતા વધુ રકમનો ઘટાડો થયો છેે ચોંકાવનારી બાબત એ છે કે વ્હીકલ ટેક્ષમાં હજુ આવકનું ખાતું પણ ખુલ્યુ નથી.

અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન દ્વારા એક જૂનથી એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે. જે ૩૧મી જુલાઈ સુધી અમલમાં રહેશે. એેડવાન્સ ટેક્ષ પેટે જૂન મહિનામાં રૂા.રર૧ કરોડની આવક થઈ હતી. જ્યારે દસ જુલાઈ સુધી મિલકતની વેરા પેટે કુલ રૂા.ર૮પ.૩પ કરોડ ની આવક થઈ છે. ર૦૧૯-ર૦માં આજ સમયગાળા દરમ્યાન મનપાને મિલકત વેરા પેટે રૂા.૪૬૭.૩૬ કરોડની આવક થઈ હતી.

આમ, ગત વર્ષની સરખામણીમાં ચાલુ નાણાંકીય વષમાં તંત્રએ રૂા.૧૮ર.૦૧ કરોડની આવક ગુમાવી છે. ટકાવારીની દ્રષ્ટીએ ૩૮.૯૪ ટકા ઓછી આવક થઈ છે. ર૦ર૦-ર૧માં મધ્યઝોનમાં મિલકત વેરા પેટે રૂા.૪પ.૩૮ કરોડ, ઉત્તર ઝોનમાં રૂા.૧૬.૯૧ કરોડ, દક્ષિણ ઝોનમાં રૂા.૧૯.૧૮ કરોડ, પૂર્વ ઝોનમાં રૂા.ર૧.૦૪ કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂા.૮૮.૯પ કરોડ, ઉતર પશ્ચિમ ઝોનમાં પ૬.૪૦ કરોડ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં રૂા.૩૭.૪૯ કરોડની આવક થઈ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકત વેરાની જેમ વ્યવસાય વેરામાં પણ આવક ગુમાવી છે. ર૦૧૯-ર૦ મનપાને પ્રોફેશ્નલ ટેક્ષ પેટે રૂા.૧૮ર.૮૪ કરોડની આવક થઈ હતી. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષમાં આ જ સમયગાળા દરમ્યાન પ્રોફેશ્નલ ટેક્ષ પેટેે રૂા.૧૩.ર૯ કરોડની ઓછી આવક થઈ છે. જ્યારે વ્હીકલ ટેક્ષ પેટેે તંત્રએ રૂા.૧૬.=૧૪ કરોડની આવક ગુમાવી છે. ર૦૧૯-ર૦ના વર્ષમાં ૧ એપ્રિલથી ૧૦મી જુલાઈ સુધી તમામ ટેક્ષ પેટે રૂા.પ૩૭ કરોડની આવક થઈ હતી.

જેની સામે ર૦ર૦-ર૧માં આજ સમયગાળા દરમ્યાન તંત્રને રૂા.૩રપ.ર૬ કરોડની આવક થઈ છે. આમ, મ્યુનિસિપલ ટેક્ષ વિભાગને ગત વર્ષની સરખામણીમાં રૂા.ર૧૧.૪૪ કરોડની ઓછી આવક થઈ છે. રાજ્ય સરકારે કોમર્શિયલ મિલકતોમાં ર૦ ટકા વળતરનો પરિપત્ર કર્યો છે તેથી શહેરના વેપારીઓએ તેમના ધંધાની મિલકત પેટે ૩૦ ટકા વળતર મળે છે. જ્યારેે સરકારે રહેણાંક મિલકતો માટે કોઈ યોજના જાહેર કરી નથી. જેના કારણે ગરીબ- મધ્યમ વર્ગના નાગરીકોમાં નિરાશા જાેવા મળી રહેી છે. તથા સરકાર તમામ માટે સમાન નીતિનો અમલ કરે એવી માંગણી પણ થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.