Western Times News

Gujarati News

કોરોના ઈફેક્ટઃ વાહન વેચાણમાં ૫૦ ટકાનો ઘટાડો

દ્વિ-ચક્રી વાહનોનું વેચાણ ઘટ્યું: ટ્રેક્ટરનું વેચાણ વધ્યુઃ મ્યુનિ.ચોપડે ૨૦૧૯-૨૦ના પ્રથમ નવ મહિનામાં ૧ લાખ ૭૩ હજાર વાહનોની નોંધણી થઈ હતીઃ ચાલુ વરસે નવ મહિનામાં માત્ર ૮૮ હજાર વાહનો નોંધાયા

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, કોરોના અને લોકડાઉનના પરીણામે ચોતરફ મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. કોરોનાની સૌથી વધુ અસર ઓટોમોબાઈલ ક્ષેત્ર પર થઈ છે. અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનમાં ગત નાણાંકીય વર્ષની સરખામણીએ માત્ર ૫૦ ટકા નવા વાહનોના જ રજીસ્ટ્રેશન થયા છે. ૨૦૧૯-૨૦ના પ્રથમ નવ મહિનામાં ૧ લાખ ૩૩ હજાર વાહનોની નોંધણી થઈ હતી જેની સામે ૨૦૨૦-૨૧ના પ્રથમ નવ મહિનામાં માત્ર ૮૮ હજાર વાહનોની નોંધણી થઈ હતી જેની સામે ૨૦૨૦-૨૧ના પ્રથમ નવ મહિનામાં માત્ર ૮૮ હજાર વાહનોની નોંધણી થઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે ગત વર્ષની સરખામણીમાં કોરોનાકાળમાં ટ્રેક્ટરની ખરીદીની સંખ્યામાં વધારો થયો છે. જાે કે, વાહનોની ખરીદી ઓછી થઈ હોવા છતાં વ્હીકલ ટેક્ષની આવક લગભગ સરભર થઈ રહી છે.

અમદાવાદ શહેરમાં કોરોના કાળ દરમ્યાન કોમર્શીયલ અને ખાનગી વાહનોના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ૨૦૧૮-૧૯ના સમગ્ર વર્ષ દરમ્યાન મ્યુનિ.ચોપડે ૨ લાખ ૫૭ હજાર ૬૮૮ વાહનોના રજીસ્ટ્રેશન થયા હતા. જેની સામે ૨૦૧૯-૨૦માં ૩૧ ડીસેમ્બર સુધી મ્યુનિ. નવ માસમાં ૧,૭૩,૫૦૫ વાહનોની નોંધણી થઈ હતી. જ્યારે ૨૦૨૦-૨૧ના વર્ષમાં વાહનોની નોંધણીમાં ૫૦ ટકા ઘટાડો થયો છે. તથા ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ નવ માસમાં માત્ર ૮૮૫૫૫ વાહનોના જ રજીસ્ટ્રેશન થયા છે.

૨૦૧૯-૨૦ના પ્રથમ નવ મહિનામાં ૧૦ હજાર ઓટોરીક્ષાના વેચાણ થયા હતા જેની સામે ચાલુ વર્ષમાં માત્ર ૩૭૩ ઓટોરીક્ષાના વેચાણ થયા છે. જ્યારે લોડીંગ ટેમ્પોના વેચાણની સંખ્યા ૩૨૦૭થી ઘટીને ૧૨૬૦ થઈ છે. સૌથી વધુ ખરાબ પરીણામ દ્વિ-ચક્રી વાહનોના વેચાણમાં જાેવા મળ્યા છે. ૨૦૧૮-૧૯ના વર્ષ દરમ્યાન ૧,૮૩,૧૩૮ દ્વિ-ચક્રી વાહનોના વેચાણ થયા હતા. જેની સામે ૨૦૧૯-૨૦ના પ્રથમ નવ મહિનામાં ૧,૨૦,૨૯૬ દ્વિ-ચક્રી વાહનોના રજીસ્ટ્રેશન થયા હતા. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં દ્વિ-ચક્રી વાહનોના રજીસ્ટ્રેશન ઘટીને ૫૯૧૩૮ થઈ છે.

કોરોનાકાળમાં ટ્રેક્ટર વેચાણ (રજીસ્ટ્રેશન)માં નોંધપાત્ર વધારો થયો છે. ગત વરસે નવ મહિનામાં માત્ર ૨૨ ટ્રેક્ટરના વેચાણ થયા હતા. જેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં ૧૪૪ ટ્રેક્ટરની નોંધણી થઈ છે. તેથી એમ માની શકાય કે લોકો ફરીથી ગામડા અને ખેતી તરફ વળ્યા છે.

મ્યુનિ.કોર્પાેરેશનને ૨૦૧૮-૧૯ના વર્ષમાં વ્હીકલ ટેક્ષ પેટે રૂા.૬૪.૬૫ કરોડની આવક થઈ હતી. આ વર્ષ દરમ્યાન ૨ લાખ ૫૭ હજાર વાહનોના રજીસ્ટ્રેશન થયા હતા. જેની સામે ૨૦૧૯-૨ના નાણાંકીય વર્ષમાં વાહનવેરા પેટે રૂા.૮૪.૨૪ કરોડની આવક થઈ હતી. જે પૈકી પ્રથમ નવ મહિનામાં રૂા.૬૩.૦૫ કરોડ મળ્યા હતા. આ સમયગાળા દરમ્યાન મનપાના ચોપડે ૧ લાખ ૭૩ હજાર વાહનોની નોંધણી થઈ હતી. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ૮૮૫૫૫ વાહનોની નોંધણી થઈ છે. પરંતુ તેની સામે રૂા.૫૭.૬૫ કરોડની આવક વ્હીકલ ટેક્ષ પેટે થઈ છે. જેનું મુખ્ય કારણ બજેટમાં લકઝુરીયસ વાહનોના ટેક્ષમાં કરવામાં આવેલ વધારો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મ્યુનિ.કોર્પાેરેશનના સૂત્રોએ જણાવ્યા મુજબ રૂા.૩.૯૯ લાખ કે તેથી ઓછી રકમના ૫૭૫૪ વાહનોની નોંધણી થઈ છે. જેના ટેક્ષ પેટે રૂા.૪.૧૧ કરોડની આવક થઈ છે. રૂા. ચાર લાખથી ૭.૯૯ લાખ સુધીના ૧૪૬૪૦ વાહનોના રજીસ્ટ્રેશન સામે રૂા.૨૦.૮૫ કરોડનો ટેક્ષ મળ્યો છે. જ્યારે રૂા.૧૫ લાખ સુધીના ૫૧૯૩ વાહનોની નોંધણી થઈ છે. જે પેટે રૂા.૧૪.૭૯ કરોડનો ટેક્ષ જમા થયો છે. જ્યારે રૂા.૧૫ લાખ કે તેથી વધુ કિંમતના ૭૮૮ વાહનોની નોંધણી સામે રૂા.૬.૫૫ કરોડનો વ્હીકલ ટેક્ષ મળ્યો છે. આમ, ચાલુ નાણાંકીય વર્ષમાં વ્હીકલ ટેક્ષ પેટે રૂા.૫૭.૬૫ કરોડની આવક થઈ છે. જે પૈકી ફોર વ્હીલર (ખાનગી) વાહનોના રજીસ્ટ્રેશન પેટે રૂા.૪૫ કરોડનો ટેક્ષ મનપાની તિજારીમાં જમા થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.