કોરોના : ફ્રાન્સે રાફેલ વિમાનના નિર્માણ પર રોક લગાવી: ભારતને ડિલિવરી પર અસર !
નવી દિલ્હી, કોરોનાવાયરસના વધતા પ્રકોપના કારણે ફ્રાન્સમાં લડાકૂ વિમાન રાફેલના નિર્માણ પર પણ રોક લગાવી છે. રાફેલના નિર્માણ કરતી ફ્રેન્ચ કંપની ડસો એવિએશને ફાઈટર પ્લેનના પ્રોડક્શનને હાલ રોકી દેવામાં આવ્યો છે. ફ્રાન્સ સાથે થયેલા કરાર મુજબ ભારતને આ ફાઈટર પ્લેન મળવાના હતા. યૂરોપમાં હાલ કોરોનાવાયરસનો સૌથી વધુ પ્રકોપ છે.
ભારતીય વાયુ સેનાના એક સૂત્રએ એએનઆઈએને જણાવ્યુ કે, ફ્રાન્સ સરકારના આદેશ બાદ સુરક્ષાના કારણે 31 માર્ચ સુધી પ્રોડક્શન રોકી દેવામાં આવ્યો છે. જોકે, તેની અસર ભારતને મેમાં મળનાર ફાઈટર પ્લેનના પ્રથમ બેચ પર નહી પડે, પણ તેના પછીની સપ્લાય પ્રભાવિત થઈ શકે છે.
ફ્રાન્સ પણ કોવિડ-19નો સૌથી વધુ પ્રભાવિક દેશોમાંથી છે. રિપોર્ટ મુજબ દેશમાં લગભગ 11 હજાર પોઝિટિવ કેસ આવ્યા છે, જેમાંથી 350થી વધારે લોકોના મોત થયા છે.
આ ઉપરાંત વિશ્વભરમાં લગભગ અઢી લાખ લોકો તેના સંક્રમણમાં આવી ચુક્યા છે અને 10 હજારથી વધુ મોત થઈ ગઈ છે. વાયુસેનાના સૂત્રો મુજબ, ફ્રાન્સ સરકારના આદેશ પછી ભારત માટે રાફેલ જેટ બનાવી રહેલી ડસો એવિએશનના નિર્માણ ફેસિલિટીને 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. ભારતીય વાયુસેનાના પાયલેટ ફ્રાન્સમાં 6 જુદી-જુદી જગ્યાઓ પર આ ફાઈટરની ટ્રેનિંગ લઈ રહ્યા છે.
ભારત અને ફ્રાન્સે 2016માં ઈન્ટર-ગવર્મેન્ટ એગ્રીમેન્ટ હેઠળ 36 રાફેલ વિમાન ખરીદવાનો કરાર કર્યો હતો. તેમાંથી 5 વિમાન ભારતને મળી ગયા છે, જેમાં ભારતીય પાયલેટ ટ્રેનિંગ કરી રહ્યા છે.