કોરોના ઈફેક્ટ લોકડાઉન પછી બંગ્લોઝ-ટેનામેન્ટ-સ્વતંત્ર પ્લોટની માંગ વધી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાની મહામારીના કારણે લોકોની વિચારસરણીમાં મોટો ફેરફાર જાવા મળી રહ્યો છે. તેમાં પણ હવે સલામતીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે. કોરોનાનથી સલામતી માટે જેઓ આર્થિક રીતે સંપન્ન છે એવા લોકો રૂપિયા ખર્ચતા અચકાતા નથી. બે મહિનાના લોકડાઉનના સમય પછી જે નાગરીકો પાશ એરિયામાં કરોડો રૂપિયાના એપાર્ટમેન્ટમાં (ફલેટો) રહેતા તેઓએ હવે સ્વતંત્ર બંગ્લોઝ ટેનામેન્ટ માટે નજર દોડાવી છે.
ફલેટમાં રહેવું જાખમી હોવાથી બંગ્લોઝ, ટેનામેન્ટ, રા-હાઉસની માંગ વધી છે. તેથી બિલ્ડરોને ત્યાં ઈન્કવાયરી વધી છે. તેટલું જ નહીં કેટલાંક શહેરીજનો તો બંગ્લોઝ-ટેનામેન્ટ શહેરથી દૂરના વિસ્તસારોમાં ખરીદી રહ્યા છે. લોકડાઉન પછી આર્થિક રીતે સંપન્ન લોકો બંગ્લોઝ-ટેનામેન્ટ તરફ વળ્યા છે. એટલું જ નહીં જા તેમાં સમય લાગે તેમ હોય તો સ્વતંત્ર પ્લોટ ખરીદવા લાગ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનામાં બે મહિના લોકડાઉનમાં રહ્યા પછી લોકો સલામતીને મહત્વ આપી રહ્યા છે. પોતાને કોરોના થશે એવા ભયથી ઘણા લોકો તો ગામડે જતા રહ્યા છે. પરંતુ જે નાગરીકો ફલેટમાં જ રહે છે તેને વિશેષ ચિંતા પેઠી છે.
બાજુમાં મકાન ક્વોરોન્ટાઈન થાય તો પોતાના ઘરનો દરવાજા પણ ખોલતા ડર લાગેતો હોય છે. જેની જાડે રૂપિયા નથી તેને ચલાવી લીધા વિના છૂટકો જ નથી. પણ જેઓ આર્થિક રીતે સપન્ન છે મજબુત છે એવા લોકોએ તો નવી જગ્યા શોધવાની શરૂઆત કરી છે. લોકડાઉન પછી લગભગ પાંચ ગણી ઇન્કવાયરી બંગ્લોઝ -ટેનામેન્ટ બાબતે આવી રહી છે એવો બજાર સાથે સંકળાયેલા લોકોનો દાવો છે.
ઉલ્લેખનીય છે કે કચ્છમાં આવેલા ભૂકંપ પછી પણ ટેનામેન્ટ, બંગ્લોઝની માંગ એકંદરે વધી હતી. નાના-નાના રો-હાઉસનું વેચાણ વધ્યુ હતુ. હવે, લોકડાઉન પછી પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે. પાશ વિસ્તારમાં ૪પ૦૦ સ્કવેર ફીટના મકાનના ભાવ રૂ.૩ થી પ કરોડની વચ્ચે હોય છે. તો આ જ ભાવ કરતા ઓછા ભાવ એટલે કે રૂ.ર થી ૩ કરોડની વચ્ચે સ્વતંત્ર બંગ્લોઝ મળી રહે છે.
વળી, ખરીદનારને તેજ સાઈઝ માં ઉપલબ્ધ થઈ જાય છે. જા કે જે લોકોને બંગ્લોઝમાં રહેવા જવું છે તેઓએ તેમના બજેટમાં વધારો કરવાનું નક્કી કરી લીધું છે. એવો દાવો રીયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે. જે લોકો બંગ્લોઝ ખરીદવા માંગતા નથી તેઓ પોતાના સપનાનું ઘર બનાવવા માટે ‘પ્લોટ’ની ઈન્કવાયરી કરી રહ્યા છે. મોટેભાગે ર૦૦ થી ૬૦૦ સ્કવેર યાર્ના પ્લોટની ઈન્કવાયરી વધી રહી છે. લોકો પ્લોટ લઈને મનગમતું મકાન બનાવવાની તરફેણમાં છે. અને તેથી જ લાંબા સમય પછી પ્લોટની માંગ વધી રહી છે.