વાપીની વેલ્સપન કંપનીમાં બીજા બે કેસનો વધારો થવા છતાં તંત્ર નિદ્રામાં લીન

અત્યાર સુધી વેંલ્સપન કંપનીમા એક અંદાજ મુજબ 20 થી વધું કોરોના પોઝેટીવ કેસ આવ્યાં છે સામે છતાં આ કંપની બિન્દાસ ચાલી રહી છે.કોઈ ચેકિંગ કે તપાસ થતી હોય તો એ પણ એક ફોરમાલીટી પુરતી જ થતી હશે.દર બીજા કે ત્રીજા દિવસે એક કે એથી વધું કોરોના પોઝેટીવ કેસ આ કંપની માંથી બાહર આવે છે એમ છતાં આ કંપનીને કેમ સીલ કરવામાં નથી આવી રહી?
તંત્ર પણ કેમ ચુપ છે?કોઈ સોસાયટીમાં એકાદ કેસ પોઝેટીવ આવતાં એ સોસાયટીને જે રીતે સીલ કરવામાં આવે છે એ રીતે આ કંપનીને કેમ સીલ કરવામાં આવી નથી? એવું લાગી રહ્યું છે કે વેલ્સપન કંપની લોકોના જીવ સાથે ચેડાં કરી રહી છે. કેટલાક સૂત્રો પાસેથી એવું જાણવા મળેલ છે કે કર્મચારીઓને મજબૂરીમા કંપની પર બોલાવવામાં આવી રહ્યાં છે અને ન જાય તો નોકરીમાંથી છુટા કરવાની ધમકીઓ આપવામા આવી રહી છે.કોઈ કર્મચારી કંઇ કહે કે વિરોધ કરે તો તરતજ નોકરી માંથી પાણીચુ આપવામા આવે છે.
આ બાબતે વલસાડ જિલ્લાના કલેકટર શ્રી દ્વારા તપાસ કરાવવી જરૂરી બને છે.વેંલ્સપન જેવી ઘણી કંપનીઓ આ રીતે બેખોફ પોઝેટીવ કેસ આવ્યાં છતાં પોતાની કંપની બિન્દાસ ચલાવી રહ્યા છે શું આ યોગ્ય છે?જિલ્લામાં કોરોનાએ પોતાનો શતક પૂરો કરી આગે ફૂચ જારી રાખ્યો છે એવામાં આવી કંપનીઓ જો સાવચેતી નહીં રાખે તો આવનારા દિવસોમાં વલસાડ જિલ્લામા પણ અમદાવાદ , મહારાષ્ટ્ર ની જેમ ઘરે ઘરે કોરોના પોઝેટીવ કેસ નીકળશે અને ત્યારે તંત્રને તાળવે પસીનો છૂટશે પણ ત્યાં સુધી ઘણુ મોડુ થઈ ગયુ હશે. જો વહેલી તકે તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નહીં આવે તો હવે વલસાડ જિલ્લાના લોકો ભગવાન ભરોસે છે એવું કહેવું ખોટું નથી.