કોરોના ઓછું થવાનું નામ ન લેતા દિલ્હીમાં કેજરીવાલે ૧૦ મોટા ર્નિણયો લીધો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/Arvind-Kejriwal-2-1024x682.jpg)
નવીદિલ્હી: ભારતમાં કોરોનાની પરિસ્થિતિ દિવસને દિવસે વધુ વણસતી દેખાઈ રહી છે. જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર બાદ દિલ્હીને લઈને સરકાર વધુ ચિંતિત થઈ રહી છે. આવામાં દિલ્હીમાં સંક્રમણ વધતાં કેજરીવાલ સરકારે ૩૦ એપ્રિલ સુધી વધુ પ્રતિબંધ લગાવ્યા છે. અરવિંદ કેજરીવાલે હાલની પરિસ્થિતિને જાેતા દિલ્હીમાં નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે કેજરીવાલે કેટલાંક ર્નિણયો લીધાં છે.
જેમાં દિલ્લીમાં સામાજિક, રાજકીય, રમત, ધાર્મિક તમામ સભાઓ પર રોક,અંતિમ સંસ્કારમાં ૨૦ લોકો અને લગ્નમાં ૫૦ લોકોને સામેલ થવાની પરવાનગી,દિલ્લીમાં એન્ટ્રી માટે ૭૨ કલાક પહેલાનો આરટી પીસીઆર રિપોર્ટ જરૂરી,મહારાષ્ટ્રથી નેગેટિવ રિપોર્ટ વિના ૧૪ દિવસ ક્વોરન્ટાઇન કરાશે,સ્ટેડિયમમાં સ્પોર્ટ્સ ઇવેન્ટની મંજૂરી પરંતુ દર્શકો નહીં આવી શકે,દિલ્લીમાં રોસ્ટોરન્ટ અને બારમાં ૫૦ ટકા લોકોને પરવાનગી અપાશે,સિનેમા, મલ્ટિપ્લેક્સમાં પણ ૫૦ ટકા લોકોની પરવાનગી,મેટ્રો અને બસમાં ૫૦ ટકા લોકો યાત્રા કરી શકશે અને દિલ્લીમાં સ્કૂલ અને તમામ કોલેજ બંધ રહેશે
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં ૧.૬૮ લાખ કોરોનાના કેસ નોંધાયા છે. આવામાં કોરોનાની આ ગતિની વચ્ચે દિલ્હી-મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં હોસ્પિટલમાં બેડ્સની અછત જાેવા મળી રહી છે. સૂત્રો અનુસાર દિલ્હીમાં લગભગ ૧૭ એવી હોસ્પિટલ્સ છે જ્યાં એક પણ કોરોનાના બેડ ખાલી નથી. રાજધાનીમાં વધતા કોરોનાના કેસની વચ્ચે આ એક મોટું સંકટ ઊભું થયું છે.
દિલ્હીમાં એક દિવસમાં કોરોનાની સંખ્યા ૧૦ હજાર પાર જવાની અસર દેખાઈ રહી છે. મોટી પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ બેડ્સની અછત છે અને એક ડઝનથી વધારે હોસ્પિટલમાં કોરોના બેડ્સની ઉપલબ્ધા શૂન્ય થઈ ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કોરોના સંકટ પર બેઠક કરી હતી. કેજરીવાલે સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોરોના બેડ્સ વધારવાના નિર્દેશ આપ્યાં છે. કેટલીક હોસ્પિટલોને સંપૂર્ણ રીતે કોવિડ સ્પેશ્યલ બનાવવાના પણ આદેશ આપી દેવાયા છે. આ સાથે મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે લોકો ગાઈડલાઈન્સનું પાલન કરે, બિનજરૂરી હોસ્પિટલોમાં ન દાખલ થાય અને યોગ્ય હોય તો વૅક્સિન લગાવી લો