Western Times News

Gujarati News

કોરોના-ઓમિક્રોનના કેસ વધતા સંજીવની કંટ્રોલ રૂમમાં રોજના ૧૦૦-ર૦૦ ફોન કોલ્સ

નારણપુરા, મણીનગર, સેટેેલાઈટ વિસ્તારમાંથી વિશેષ ફોન કોલ્સ

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાની જગ્યાએ કદાચ ઓમિક્રોનના કેસમાં ઝડપથી વધારો થઈરહ્યો છે. ત્યારે તેની સામે રાજ્ય સરકાર-વધારે સતક થઈ ગઈ છે. તમામ પરિસ્થિતિ પર સરકારે ે નિમેલા કોવિડ ટાસ્ક નજર રાખી રહ્યા છે.

બીજી તરફ સંજીવની ટેલીમેડીસીન કંટ્રોલ રૂમમાં પણ ફોનની ઘંટડીઓ સતત રણકી રહી છે. ઉપસ્થિત ડોક્ટર્સ અને સ્ટાફ પૂછપરછ અર્થે નાગરીકોના ફોન આવે તો ખુબ જ વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપે છે.

આ અંગે વિગતો જાણવા માટે પૂછપરછ કરતા કંટ્રોલ રૂમના સુત્રોએ જણાવ્યુ હતુ કે એવરેજ ૧૦૦થી ર૦૦ જેટલા કોલ્સ આવે છે. જેમાં બે-ત્રણ દિવસથી વધારો થયો છે. અને આંકડો ર૦૦ સુધી પહોંચ્યો છે. મોટાભાગના નાગરીકો કોરોનાની બીજી વેવની સ્થિતિ સર્જાઈ હતી એને કારણે ગભરાયેલા જાેવા મળે છે.

સૌ પ્રથમ તો તેમની સાથે વાતચીત કરીને તેમનો ડર દૂર કરીને તેમના રોગના લક્ષણો જાણવામાં આવેે છે. તથા કઈ કઈ દવા કેેવી રીતે લેવી તેનંુ માર્ગદર્શન આપવામાં આવે છે. મોટાભાગના ફોનકોલ્સના દર્દીઓને ત્રણ ચાર દિવસમાં જ સારૂ થઈ જતુ હોય છે. દવા પણ તેમને અર્બન સેન્ટર પરથી મળી રહે છે.

અગર તો તેઓ તેમના ડોક્ટરની પાસે પણ જઈ શકે છે. કોઈપણ પ્રકારનુૃ માર્ગદૃશન તેમને કંટ્રોલર પાસેથી મળી રહે છે. મોટાભાગના દર્દીઓને ‘હોમ ક્વોરેન્ટાઈન’ એટલે કરાય છે કે તેમના લક્ષણો હળવા હોય છે. અને ત્રણ-ચાર દિવસમાં સારૂ થઈ જતુ હોય છે. પાંચ દિવસ પછી તો તે બહાર નીકળી શકતા હોય તે પ્રકારે સાજા થઈ જાય છે. તેમનેે કોઈપણ પ્રકારનુૃ માર્ગદર્શન જાેઈતુ હોય તો મળી રહે છે. અમદાવાદના નારણપુરા, મણીનગર, સેટેેલાઈટમાંથી કંટ્રોલ રૂમમાં વિશેષ ફોનકોલ્સ આવતા હોવાનુ નજરે પડ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.