કોરોના ઓમિક્રોનના લક્ષણો વચ્ચે અટવાતા સામાન્ય નાગરીકો
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાના કેસોમાં વિશ્વભરમાં વધારો થયો છે. ગુજરાત સહિત ભારતમાં કોરોના-ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોના-ઓમિક્રોન થયો છે કે નહી? તે જાણવા માટે વૈજ્ઞાનિકો-તજજ્ઞો પોતાના અભ્યાસના આધારે અલગ અલગ થીયરી મુકી રહ્યા છે.
કોરોના એટલો ગુંચવાડાભર્યો થઈ ગયો છે કે હવે કયા લક્ષણને તેમાં ગણવા!! અમુક કિસ્સામાં તો શરદી-ખાંસી ન હોય તેવા પણ કોરોનાના કેસ નોંધાયા છે તેથી કોરોનાના દર્દીને પણ આશ્ચસ્ય થતુ હોય છે. ત્યાં વળી, ઓમિક્રોન પ્રકાશમાં આવતા પાછા તેના લક્ષણને લઈને નીતનવા અભ્યાસો શરૂ થઈ ગય ાછે. હવે કેટલાંક વળી, નવુ લઈને આવ્યા છે કે પેટના દર્દને પણ ઓમિક્રોન લક્ષણ ગણવા. સામાન્ય માણસ વિશ્વભરમાંથી આવતા અલગ અલગ તારણો-મંતવ્યોને લઈને ફિકરમાં મુકાઈ ગયો છે.
આમાં સાચુ શુૃં ને ખોટુ શું?? જાે આમ થાય તો સામાન્ય શરદી-ખાંસી અને પેટમાં દુઃખાવાને કોરોના-ઓમિક્રોન ગણાવ?? ઘણા લોકોને તો બારેમાસમાંથી અડધા મહિનાઓ સુધી શરદી-ખાંસી રહેતી હોય છે.
પાન-મસાલાવાળાને જાે સોપારી ખરાબ આવે તો પણ ઉધરસ થતી હોય છ તેમાં પણ શિયાળો હોય તો શરદી-ખાંસી બંન્ને થતા જાેવા મળે છે. શિયાળામાં ઠંડીને કારણે શરદી થાય છે તો ફેબ્રુઆરી-માર્ચમાં બેવડી ઋતુને કારણે શરદી થતી હોય છે. ટૂૃંકમાં કહેવાનુૃ તાત્પર્ય એટલુ જ કે કોરોના- ઓમિક્રોનને લઈને વિશ્વભરમાંથી અલગ અલગ સ્ટડી સાથેના મંતવ્યો રજુ થઈ રહ્યા છે.
સૌ પોતપોતાના અભ્યાસ અનુભવને આધારે રીસર્ચ કરીને જણાવી રહ્યા છે. ડબલ્યુએચઓ અને અન્ય દેશોના વૈજ્ઞાનિકો-તબીબો- ઓમિક્રોનથી ચેતવી રહ્યા છે. ક્યાંક તેને ગંભીર તો કોક તેને હળવા લક્ષણોવાળો જણાવી રહ્યા છે. તેથી લોકો કંટાળ્યા છે નીતનવા લક્ષણો રોજ આવશે તો જીવવું કેવી રીતે ?? એ જ પ્રશ્ન સામાન્ય જનતાના મનમાં સતાવી રહ્યાો છે.