કોરોના, ઓમિક્રોન મેલેરિયા,સહિતના રોગોના ઉપાય માટે તબીબો માર્ગદર્શન આપશે
ગાંધીનગર, આરોગ્યના વિવિધ મુદાઓ ઉપર નિષ્ણાંત તબીબોની હાજરીમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દર બુધવારે DD ગિરનાર પર સાંજે ૦૭-૩૦ થી ૦૮-૦૦ કલાકે ફોન ઇન લાઇવ- ‘‘હેલ્લો ડૉક્ટર’’ કાર્યક્રમ યોજવામાં આવે છે.
‘‘હેલ્લો ડૉક્ટર’’ કાર્યક્રમમાં કોરોના, ઓમિક્રોન, ટી.બી., મેલેરિયા ઉપરાંત નોન કોમ્યુનિકેબલ રોગો એટલે કે હાયપર ટેન્શન, ડાયાબિટીસ વગેરે રોગોના લક્ષણો-ઉપાયો અને તેની સમયસર સારવાર માટે નિષ્ણાત તબીબો દ્વારા ચર્ચા કરી અને તેના ઉપાયો જણાવવામાં આવે છે.
આ કાર્યક્રમમાં નાગરિકોએ ૦૭૯-૨૬૮૫૩૮૧૪, ૨૬૮૫૩૮૧૬ નંબર ઉપર ફોન કરીને પ્રશ્નો પૂછીને માર્ગદર્શન મેળવી શકશે જેનો મહત્તમ લાભ લેવા આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.HS