કોરોના કયારે જશે ટીકા કયારે આવશે કંઇ પાક્કુ નથી: સીતારમણ
પર્યટન હોસ્પિટેલિટી હોટલ્સ એન્ડ રેસ્તાં જેવા ફ્રંટલાઇન સેકટર્સને જબરજસ્ત માર સહન કરવો પડી રહ્યો છે
નવીદિલ્હી, કોરોના સંકટના છ મહિના વિતી ગયા અને લોકડાઉનને કારણે એપ્રિલ જુન ત્રિમાસીકમાં જીડીપીમાં ૨૩.૯ ટકાનો ધટાડાની વચ્ચે મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અર્થવ્યવસ્થાની સામે હજુ પણ પડકાર યથાવત છે
નાણાં મંત્રીએ કહ્યું કે અર્થવ્યવસ્થા એક અલગ રીતના પડકારથી પસાર થઇ રહી છે અને કોરોનાનો સંકટ કયારે ખતમ થશે તેના કોઇ સંકેત નથી ખાસ કરીને જયાકે તેની કોઇ વેકસીન હજુ સુધી આવી નથી
નિર્મલા સીતારમણે કહ્યું કે ૬ મહીનામાં વાસ્તવમાં પડકાર ઓછો થયો નથી પરંતુ ચેલેંજ બદલાઇ ગઇ છે નાણાં મંત્રાલય કોઇ પણ સમસ્યાના સમાધાન માટે તેજીથી એકશન લઇ રહ્યાં છે અને પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
તેમણે કહ્યું કે ભલે જ કોરોના કેસ પ્રતિ મિલિયન ઓછો છે અને મૃત્યુ દર પણ વધુ નથી પરંતુ હજુ પણ કોવિડ ૧૯ એક મોટી ચિંતા બનેલ છે.તેમણે કહ્યું કેે કેસ અને મૃત્યુ દર ઓછા થવાના અનેકકારણો છે જેમાં એક લોકોની જાગૃતિ પણ છે
તેમણે કહ્યું કે સોશલ ડિસ્ટૈંસિંગ,ફેસ માસ્ક અને હાથ ધોવાની આદત હજુ પણ બનેલ છે કારણે કોરોનાનો સામનો કરવાની પધ્ધતિમાં હજુ કોઇ પરિવર્તન આવ્યુ નથી.
કોૅરોનાને લઇ સ્પષ્ટ રીતે નાણાં મંત્રીએ કહ્યું કે તમારી પાસે પુરી રીતે અસરકારક કોઇ દવા નથી તમારી પાસે તે ખતમ થવાની પણ કોઇ તારીખ નથી
અનેક સ્થાનો પર લોકો સારવાર બાદ પાછા ફરી રહ્યાં પરંતુ આંત્રપ્રેન્યોર્સ અને સ્મોલ અને મીડિયમ બિજનેસથી જાેડાયેલ લોકોના મગજમાં તમામ અનિશ્ચિતતાઓ છે.
નાણાં મંત્રીએ કહ્યું કે કોરોનાએ આર્થિક ગતિવિધિઓને પુરી રીતે પ્રભાવિત કરી છે ખાસ તરીકે સર્વિસ સેકટર પર અસર પડી છે તેેનું યોગદાન જીડીપીમાં ૫૫ ટકા બરાબર છે.
મેન્યુફેકચરિંગ સેકટર ધીરે ધીરે વાપસી કરી રહ્યું છે અને અનેક ઇડસ્ટ્રીઝમાં સ્થિતિ કોરોનાના દૌરની પહેલા જેવી થઇ ગઇ છે. તેમણે કહ્યું કે પ્રવાસી મજદુર પણ હવે શહેરો તરફ પાછા ફરી રહ્યાં છે
પરંતુ ઘરેલુ સ્તરથછી વધુ બીજા દેશોમાં માંગ વધી રહી છે તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થાને ગ્રામીણ ક્ષેત્રથી કેટલીક રાહત મળી છે જયાં ગતિવિધિઓ પુરી રીતે ચાલુ છે આ મોટી વાત છે કે ખેતી જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારમાં તેનાથી અલગ પણ ગતિવિધિઓ ચાલુ છે.
સીતારમણે કહ્યું કે પર્યટન હોસ્પિટેલિટી હોટલ્સ એન્ડ રેસ્તાં જેવા ફ્રંટલાઇન સેકટર્સને જબરજસ્ત માર સહન કરવો પડી રહ્યો છે તેમણે કહ્યું કે હજુ પણ વિદેશી પર્યટકો આવી રહ્યાં નથી
જયારે ઘરેલુ પર્યટકો હવે નિકળવાનું શરૂ કર્યું છે ખાસ કરીને મેટ્રો સિટીજમાં જે મહીનાઓથી લોકડાઉનમાં હતાં તે હવે નિકળી રહ્યાં છે આ ઉપરાંત હોટલ અને રેસ્તરાં ઇડસ્ટ્રી પણ હવે ખુલી રહી છે અને ભોજનના ઓર્ડર પણ વધી રહ્યાં છે.HS