કોરોના કર્ફ્યુની વચ્ચે શરાબની દુકાનો ખુલતા લૂંટ મચી
લખનૌ: વારાણસી, ગાઝિયાબાદ, હમીરપુર,નોઈડા,આગરા સહિતના બીજા કેટલાક વિસ્તારોમાં સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા સવારના ૧૦ થી સાંજના ૭ સુધી શરાબની દુકાનો ખોલવાની મંજૂરી અપાઈ હતી. દુકાનો ખુલતા જ લોકોએ દારુ ખરીદવા મોટી મોટી લાઈનો લગાવી દીધી હતી. આ દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પણ ભૂલી ગયા હતા અને ધક્કામુક્કી કરવા લાગ્યા હતા.
કાનપુરમાં દારુની દુકાનો ખુલતા જ લોકો તૂટી પડ્યાં હતા. દુકાનોના તાળા ખુલતા પહેલા જ લોકોએ લાઈનો લગાવી દીધી હતી. દુકાનો ખુલ્યા બાદ સેંકડો લોકોએ પોતાની જરુરીયાત પ્રમાણે દારુની બોટલો ખરીદી હતી.
વારાણસી સહિત યુપીમાં કોરોના કર્ફ્યુની વચ્ચે સ્થાનિક પ્રશાસને દારુની દુકાનો ખોલવા માટેના દિશાનિર્દેશો જારી કર્યાં હતા. મંગળવારે વારાણસીમાં સવારના ૭ થી બપોરના ૧ સુધી દારુની દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી.
એસોસિએશનના મહામંત્રી કન્હૈયાલાલ મોર્યાએ રાજ્યના સીએમ યોગી આદિત્યનાથને લખેલા પત્રમાં કહ્યું હતું કે દારુની દુકાનો બંધ રહેવાને કારણે રોજનું ૧૦૦ કરોડનું નુકશાન થઈ રહ્યું છે.