Western Times News

Gujarati News

‘કોરોના કવચ’ પોલિસીને મળ્યો સારો પ્રતિસાદ

નવી દિલ્હી: દેશમાં કોવિડ-૧૯ના સતત વધી રહેલા કેસો વચ્ચે ‘કોરોના કવચ’ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીને લગભગ તમામ વીમા કંપનીઓ દ્વારા લોન્ચ થયાના અમુક દિવસોમાં જ સારો પ્રતિસાદ મળ્યો છે. ૧૦ જુલાઈના રોજ કોરોના કવચ પોલિસી લોન્ચ કરવામાં આવી હતી. આ એક સ્ટાન્ડર્ડ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી છે. જે કોરોના વાયરસની સારવારની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી છે. પોલિસીની મુદત સાડા ત્રણ મહિનાથી સાડા નવ મહિના સુધીની હોય છે, જેમાં મહત્તમ વીમા રકમ રૂ. ૫ લાખ છે.

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ૈંઙ્ઘિટ્ઠૈ)એ તમામ સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓને કોવિડ -૧૯ પોઝિટિવ દર્દીઓના તબીબી ખર્ચને આવરી લેવા માટે કોરોના કવચ પોલિસી શરૂ કરવા માટે લીલી ઝંડી આપી હતી.  હેલ્થ ઈન્શ્યોરન્સના હેડ અમૂત છાબરાએ જણાવ્યું કે, ‘લોકો આ પ્લાન ખરીદવા માટે ખૂબ ઉત્સુક છે. પોલિસીના વેચાણમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પોલીસબજારની વેબસાઈટ પર આ પ્લાન લાઈવ થયા છે. હાલ કંપની દરરોજ ૩૦૦-૫૦૦ પોલિસી વેચે છે.’ તેમણે જણાવ્યું કે, ‘મોટાભાગના યુવા ગ્રાહક આ યોજના ખરીદતા હોય છે. પોલિસીનુ દર મહિનાનું પ્રિમીયમ ૨૦૮ જેટલું હોય છે. જે એકદમ સસ્તી રકમ છે.’

કોરોના કવચ પોલિસી પ્રત્યેનો દેશભરમાંથી સારો રિસ્પોન્સ આવી રહ્યો છે, તે જાેતા છાબરાએ કહ્યું કે, આ પોલિસી દેશમાં હાલ કોરોનીની સ્થિતિ જેવી જ વલણ અપનાવી રહી છે. જેમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક અને દિલ્હી એનસીઆરના સૌથી વધુ લોકો આ નવા પ્લાનમાં રસ દાખવી રહ્યા છે.

ટોકિયો જનરલ ઈન્શ્યોરન્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ (અન્ડરરાઇટિંગ) સુબ્રત મંડલે જણાવ્યું હતું કે, કોવિડ -૧૯ વિશિષ્ટ પ્રોડક્ટ્‌સનો સારો પ્રતિસાદ મળ્યો છે, જે ફક્ત એક અઠવાડિયા પહેલા લોન્ચ કરવામાં આવ્યો હતો.

આ પોલિસીના હેતુ માટે સરકાર દ્વારા કોવિડ -૧૯ની સારવાર માટે હોસ્પિટલ તરીકે નિયુક્ત કરાયેલ કોઈપણ સેટઅપને પણ એક હોસ્પિટલ તરીકે ગણવો જાેઇએ. આ ઉપરાંત કોઈ પણ કો-મોર્બિડને હોસ્પિટલમાં દાખલ થવાના સમયગાળા દરમિયાન કવર કરવામાં આવશે. કોરોના કવચનો ઉપયોગ પોતે, જીવનસાથી, માતાપિતા, સાસુ-સસરા અને ૨૫ વર્ષ સુધીના બાળકો આશ્રિત માટે થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.