કોરોના કહેરમાં RTOની કામગીરી ઓનલાઈન કરાઈ
અમદાવાદ: કોરોનાની મહામારીમાં અરજદારોએ આરટીઓના ધક્કા નહીં ખાવા પડે તેવા એક રાહતના સમાચાર મલી રહ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આરટીઓની કામગીરી ઓનલાઇન કરી દેવતા અરજદારોએ હવે આરટીઓ ઓફિસ સુધી આવવું જ નહીં પડે. ખાસ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવું, ડુપ્લિકેટ બનાવવું, ખરાબ થઇ ગયું હોય તો નવું બનાવડાવવું અથવા લાઇસન્સનું સર્ટિફિકેટ, વાહનનો સ્ક્રીન રિપોર્ટ સહિતની કામગીરી ઓનલાઈન કરી દેવાતા અરજદારોએ હવે રાહતનો શ્વાસ લીધો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે કોરોનાની મહામારી વચ્ચે આરટીઓમાં મર્યાદિત અરજદારો વચ્ચે મોટાભાગની કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે. જે કામગીરી માટે અરજદારોની રૂબરૂ હાજરી જરૂર નથી. ખાસ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવા, ડુપ્લિકેટ કઢાવવા અને ફોટો બદલાવવા જેવી કામગીરી ઓનલાઇન કરાયા બાદ લોકોએ પણ તેનો ભરપૂર લાભ લીધો છે.
લોકડાઉન બાદ સુરત આરટીઓમાં ૩૪,૦૦૦ લોકોએ ઘર બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવ્યા અને ડુપ્લિકેટ બનાવડાવ્યા છે. ઘરે બેઠા ઓનલાઇન કામગીરી થઇ શકે તેવી કામગીરી માટે અરજદારોએ ધક્કા નહીં ખાવા પડે તે માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આવી કામગીરી ઓનલાઇન કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવેથી રાજ્યમાં ઇ્ર્ંની ઘર બેઠા જ સમગ્ર કામગીરી પૂર્ણ કરી શકાય છે, એટલું જ નહીં હજુ પણ દરરોજ ૩૦૦ થી વધુ અરજીઓ આવી રહી છે .