Western Times News

Gujarati News

કોરોના કહેર: રણવીરસિંહની ૮૩ ફિલ્મની રિલિઝને રોકાઇ

મુંબઇ, કોરાના વાયરસના કારણે દુનિયાના દેશોમાં આતંક જારી છે. કોરોનાના કારણે ફિલ્મ જગત પર પણ હવે માઠી અસર થઇ રહી છે. હોલિવુડ બાદ બોલિવુડની ફિલ્મોની રજૂઆત પણ રોકાઇ રહી છે. અક્ષય કુમારની ફિલ્મ સુર્યવંશીને ટાળી દેવામાં આવ્યા બાદ હવે કપિલ દેવની લાઇફ પર બનેલી ફિલ્મ ૮૩ને પણ ટાળી દેવામાં આવી છે. આ ફિલ્મની રજઆતની નવી તારીખ હવે જાહેર કરવામાં આવનાર છે. રણવીર સિંહની ફિલ્મની રજૂઆતને ટાળી દેવામાં આવ્યા બાદ ભારે ચર્ચા જાવા મળી રહી છે. સમગ્ર દુનિયા હાલમાં કોરોનાના કારણે પરેશાન છે. જેના કારણે હવે રાજ્ય સરકારો દ્વારા સિનેમાહોલને બંધ કરવામાં આવી રહ્યા છે. સિનેમાહોલ જેવા જાહેર સ્થળોને બંધ કરવામાં આવી રહ્યા છે. શુક્રવારના દિવસે અંગ્રેજી મિડિયમ ફિલ્મ રજૂ થનાર હતી.

જો કે ફિલ્મની રજૂઆતને હાલમાં ટાળી દેવામાં આવી છે. સરકારે હાલમાં જાહેર સ્થળો પર એકત્રિત ન થવાની તમામ લોકોને સલાહ આપી છે. જેથી બોલિવુડની ફિલ્મો પણ ટળી રહી છે. રોહિત શેટ્ટીની ફિલ્મ સુર્યવંશીને ટાળી દેવામાં આવી છે. હવે ૮૩ ફિલ્મની રજૂઆત ટળી ગઇ છે. ૮૩ ફિલ્મના નિર્માતા દ્વારા ફિલ્મની રજૂઆતને ટાળી દેવામાં આવી છે. પહેલા ૧૧મી માર્ચના દિવસે ફિલ્મના ટ્રેલરને લોંચ કરવાની તૈયારી કરી હતી. જા કે કોરોના વાયરસના કારણે તેના ઇવેન્ટને પણ ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મના ટ્રેલરને પણ લોંચ કરવામાં આવનાર છે. જા કે એક બાબત તો નક્કી છે કે ફિલ્મ નિર્ધારિત તારીખ મુજબ ૧૦મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર નથી. રણવીર સિંહની ફિલ્મ ભારતીય ટીમે જ્યારે ૧૯૮૩માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીતવામાં સફળતા મેળવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.