કોરોના કહેર વચ્ચે લોકોએ ફાફડા જલેબીનો લુફ્ત ઉઠાવ્યો, ૪૦ ટકા જ વેપાર થયો
ભિલોડા: રવિવારે નવરાત્રિનો નવમો દિવસ હતો અને બપોર પછી દશેરા શરૂ થયો હતો. દશેરા હોવાથી વહેલી સવારથી જ અરવલ્લી જીલ્લામાં અનેક જગ્યાઓ પર ફાફડા-જલેબીની દુકાનો ખૂલી હતી
ત્યારે આજે કોરોનાકાળ વચ્ચે પણ આ માહોલ યથાવત રહ્યો છે. નવરાત્રિની રાત્રે જે રીતે લોકો ફાફડા-જલેબીની રંગત માણતા હતા તે હવે આ વર્ષે શક્ય બન્યું નથી,
આ વર્ષે ફાફડાના ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો છે
પરંતુ વહેલી સવારે લોકો ફાફડા-જલેબી લેવા માટે નીકળી પડ્યા હતા. આ વર્ષે ફાફડાના ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો છે. સવારથી જ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યાં હતા આ વર્ષે ફાફડાનો ભાવ ૩૦૦ થી ૪૦૦ રૂપિયા કિલો અને જલેબી ૩૬૦ થી ૪૫૦ રૂપિયા કિલોના ભાવે પહોંચી ગયો હતો .
ગ્રાહકો સ્વાદના ઉન્માદમાં કોરોના ગાઈડલાઈનના પાલનના લીરેલીરા ઉડ્યા હતા
અરવલ્લી જિલ્લાવાસીઓ વહેલી સવારથી જ ફાફડા જલેબીનો સ્વાદ માણતા અને ખરીદતા નજરે પડ્યા છે. કોરોના મહામારીને કારણે દુકાનો પર સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરવું ફરજિયાત કર્યું હતું પરંતુ ગ્રાહકો સ્વાદના ઉન્માદમાં કોરોના ગાઈડલાઈનના પાલનના લીરેલીરા ઉડ્યા હતા