કોરોના કાળના આઠ મહીનામાં મેરિટલ રેપના મામલામાં વધારો
ગોરખપુર, ગોરખપુરના મોહદ્દીપુર નિવાસી સોફટવેયર એન્જીનીયરના સવા વર્ષ પહેલા લગ્ન થયા હતાં પત્ની એમબીએ છે કોરોનાને કારણે એન્જીનીયર વર્ક ફ્રોમ હોમમાં હતાં તે ટાઇમ પાસ કરવા માટે અશ્લિલ વીડિયો અને સાહિત્ય વાંચવા લાગ્યા તેમની પત્નીથી તેમની અપેક્ષા વધવા લાગી અને તેનાથી તેમના વૈવાહિક જીવનમાં વિવાદ ઉભો થયો સ્થિતિ તલાક સુધી આવી આ સમયે બંન્ને કાઉસલિંગ ચલાવી રહ્યાં છે.આવી જ રીતે સાહબગંજના એક મોટા વેપારીના પુત્રનું પણ વૈવાહિક જીવન એક વર્ષની અંદર બરબાદ થવાના આરે છે. આ બે મામલા માત્ર ઉદાહરણ માટે છે પરંતુ દીનદયાલ ઉપાધ્યાય ગોરખપુર વિશ્વ વિદ્યાલય ડીડીયુના મનોવિજ્ઞાન વિભાગ અને આશા જયોતિ કેન્દ્ર સુધી આઠ મહીનામાં લગભગ ૨૦૦ મામલા મેરિટર રેપના પહોંચી ચુકયા છે. જયારે પહેલાના વર્ષોમાં તેની સંખ્યા એક બે રહેતી હતી.
ડીડીયુના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રો અનુભૂતિ દુબેએ કહ્યું કે કોરોના કાળમાં નવવિવાહિતોના દાંમ્પત્ય જીવનને જબરજસત પ્રભાવિત કર્યું છે. લોકડાઉન દરમિયાન દિવસભર ઘર અને રૂમમાં બંધ રહેવાને કારણે તેમને મગજમાં નકારાત્મક ભાવ આવવા લાગ્યા આ દરમિયાન પુરષદોમાં અશ્લિલ વીડિયો અને સાહિત્ય જાેવામાં સમય કાપવા લાગ્યા તો તેના દુષ્પ્રભાવ સામે આવવા લાગ્યા અને મેરિટલ રેપના મામલા વધી ગયા.
મેરિટલ રેપના મામલા મહિલા પંચ સુધી પહોંચવા લાગ્યા છે આજ મામલાના સંબંધમાં તાજેતરમાં વિશ્વ વિદ્યાલય પહોંચેલ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ ચંદ્રમુખી દેવીએ શક્ષકોની સાથે બેઠક પણ કરી હતી. તેમણે કહ્યું કે કોરોનામાં ઘર પર રહેવા પર હિંસાના મામલા અનેક ગણા વધી ગયા સૌથી વધુ યૌન હિંસા વધી છે. લગ્ન બાદ દંપત્તિના ઝઘડા વધી ગયા છે તેનું કારણ મેરિટલ રેપ છે નવા વિવાહિતોને તે માનસિક યાતનાઓને સહન કરવી પડી રહી છે જેનો તેમને અહેસાસ ન હતો આથી તે ચિડચિડી થઇ રહી છે પતિની હરકતોની ખીજ તે પરિવારના બીજા સભ્યો પર નિકાળતી રહી છે તેથી ઘરેલુ કલહ વધી રહ્યાં છે દિલસભર ભોનથી લઇ દરેક માંદ પત્નીને પુરી કરવી પડી રહી છે આ સાથે દિવસ રાતની સંતુષ્ટીનું પણ ધ્યાન રાખવું પડે છે.HS