કોરોના કાળમાં આવતા મુસ્લિમ બિરાદરોના તહેવારો શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થતા વંથલી PSIનુ કરાયું સન્માન
મુસ્લિમ સમાજે પોલીસ પરિવારનું સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી
વૈશ્વિક મહામારી કોરોના કાળ ચાલી રહ્યો હોય કુદકે ને ભુસ્કે વધતા જતા કેસ થી સૌ કોઈ ચિંતિત છે પરંતુ ધાર્મિક સ્થાનો અને તહેવારોનું પણ અનેરૂ મહત્વ રહ્યું છે તાજેતરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાય ના અનેક તહેવારો આવેલ હોય તે તહેવારો ઉજવવા પણ ધાર્મિક લોકો અને શ્રદ્ધાળુ વર્ગની અદમ્ય ઇચ્છા રહી હતી પરંતુ કોરોના કાળમાં તહેવારો ઉજવવા અશક્ય બની ચૂક્યા હતા.
વાત કરીએ લઘુમતિ સમાજની તો મુસ્લિમ બિરાદરોને કુરબાની અને બલિદાનનો મહિમા સમજાવતા તહેવારો ખાસ કરીને મોહરમ ના તાજીયા જુલુસ વિગેરે વંથલી મુસ્લિમ સમાજે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ અને કાયદાઓ ધ્યાનમાં રાખી અને સોશિયલ ડિસ્ટન્સ નું ચુસ્તપણેપાલન કરી સોહાર્દ પૂર્ણ વાતાવરણમાં શાંતિપૂર્વક તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વંથલી પી.એસ.આઇ બી.કે.ચાવડા ના નેતૃત્વમાં પોલીસ પરિવારે સતત મોનીટરીંગ કરી કાયદાનું પાલન કરાવ્યું હતું
આ તહેવાર કોમી એકતા અને ભાઈચારા માહોલમાં પૂર્ણ થતા વંથલી સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત અને તાજિયા કમિટીના યુવાનો દ્વારા વંથલી પીએસઆઇને પ્રશંસાપત્ર અને ફૂલહાર દ્વારા સન્માનિત કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી આ તકે વંથલી સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખ ઈરફાનશાહ સોહરવર્દી,અફઝલમિયા મટારી, રફીકશા સર્વેદી,રહેમાન શાહ અને અયૂબ શાહ તો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જીજ્ઞેશ પટેલ માણાવદર