કોરોના કાળમાં ચાલુ વર્ષે નવરાત્રી યોજાવી ન જાેઈએ
અમદાવાદ: રાજ્યમાં સતત વધતા જતા કોરોના મહામારીના લીધે ચાલુ વર્ષે નવરાત્રી યોજવી જાેઈએ કે કેમ તે અંગે ચર્ચા ચાલુ છે. આ સંદર્ભે સિવિલના સુપ્રિ. ડો. જેવી મોદીએ કોરોનાના વઘતા જતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરતા જાહેર જનતાની આરોગ્યની સલામતી માટે ચાલુ વર્ષે નવરાત્રીને મંજુરી આપવી ન જાેઈએ તેમ સ્પષ્ટ જણાવ્યું છે. રાજ્યમાં સતત કોરોનાના કેસ વધતા જાય છે.
રાજ્યમાં વધુને વધુ ડોકોરોનાના સકંજામાં આવી રહ્યા છે. તેવી સ્થિતિમાં નવરાત્રી યોજાવી ન જાેઈએ તે મતલબનું નિવેદન અમદાવાદ મેડીકલ એસોશીયેશનના પ્રમુખ ડો. મોના દેસાઈએ કર્યું હતું. આ સંદર્ભમાં આજે સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડાॅ. જેવી મોદીએ કોરોનાની મહામારી વધી રહી છે.
ત્યારે નવરાત્રી રાજ્યમાં યોજાશે તો સોશીયલ ડિસ્ટન્સીંગ જળવાશે નહીં અને કોરોનાનું સંક્રમણ ઝડપથી વધશે. દરમિયાનમાં જુનિયર ડોક્ટર એસોશીયેશને પણ કોરોનાના વધતા જતા સંક્રમણને જાેતા ચાલુ વર્ષે નવરાત્રી ન યોજાવી જાેઈએ તેમ જણાવ્યું છે.