કોરોના કાળમાં દિલ્હીમાંથી દરરોજ ૧૧ માસૂમ ગુમ થયા છે
નવીદિલ્હી, કોરોના કાળની મંદી છતાં દિલ્હીમાં બાળકો ગુમ થવાનો સિલસિલો અટકયો નથી ગત આઠ મહીનામાં સરેરાશ દરરોજ ૧૧ બાળકો ઘરે પાછા ફર્યા નથી તેમાં સૌથી વધુ બહારી ઉતરી જીલ્લાથી બાળકો ગુમ થયા છે બીજા નંબર પર બહારી જીલ્લાનો છે આ મામલામાં સૌથી સારી સ્થિતિ નવીદિલ્હીની છે. અહીંથી આ વચ્ચે ફકત નવ બાળકો ગુમ થયા છે.
જાે કે સારી વાત એ છે કે દિલ્હી પોલીસ દરરોજ સરેરાશ સાત બાળકોને શોધી પાછા તેમના પરિવારજનોને મિલાવી રહી છે બાળકોના અપહરણ કરનાર જે બદમાશોની પોલીસે ધરપકડ કરી છે તેનાથી માહિતી મળે છે કે તેની ગેંગ સંગઠિત રીતે કામ કરે છે આ બાળકોને કોઇને દત્તક આપવા માનવ તસ્કરી યૌન શોષણ દેહ વ્યાપાર અંગ તસ્કરી અને બંધુવા મજદુરી કરાવવા માટે અપહરણ કરવામાં આવેછે.
દિલ્હી પોલીસના આંકડા અનુસાર ઓગષ્ટ ૨૦૨૦ સુધી ૨૬૦૦થી વધુ બાળકો ગુમ થયા તેમાં સૌથી વધુ ૩૪૪ બાળકો બહારી ઉત્તરી જિલ્લાથી ગુમ થયા જયારે બીજા નંબરે બહારી જીલ્લાનો છે ત્યાંથી ૨૫૪ બાળકો ગુમ થયા છે જયારે નવીદિલ્હીથી માત્ર નવ તો મધ્ય જીલ્લાથી ૯૯ બાળકો ગુમ થયા છે સૌથી વધુ બાળકો અલીપુર શાહબાદ ડેયરી અને નરેલા જેવા વિસ્તારોમાંથી ગુમ થઇ રહ્યાં છે.
દિલ્હી પોલીસના કમિશ્નર એસએન શ્રીવાસ્તવે તાજેતરમાં એક વર્ષમાં ૫૦ બાળકોને શોધનાર હવાલદાર કે સિપાહીને બઢતી આપવાની જાહેરાત કરી છે. જુન જુલાઇના આંકડાની વાત કરીએ તો આ બે મહિનામાં ૭૨૪ બાળકો ગુમ થયા તેમાં આઠ વર્ષથી ઓછી વયના ૩૨ યુવકો ૧૭ યુવતીઓ આઠથી બાર વર્ષના ૪૧ બાળકો અને ૨૦ યુવતીઓ,૧૨થી ૧૮ વર્ષની વચ્ચે ૯૯ યુવકો અને ૫૧૫ યુવતીઓ સામેલ છે. પોલીસે ૫૩૭ બાળકોને શોધી કાઢયા છે.
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓનું કહેવુ છે કે બઢતીની યોજના બાદ પોલીસ કર્મચારીઓ પહેલા કરતાં વધારે જાેશથી બાળકોને તેમના પરિવારને મિલાવવામાં લાગી ગયા છે. તેમણે કહ્યું કે બાળકોની સુરક્ષા હંમેશા દિલ્હી પોલીસ માટે પ્રાથમિકતા રહી છે ગુમ બાળકોને શોધવા માટે પોલીસ હંમેશા ગંભીર રહે છે. તેમણે કહ્યું કે ગુમ થયેલા બાળકોને શોધવા માટે પોલીસ કર્મચારીઓને તાલીમ સહિતની વિવિધ ટ્રેનિગ આપવામાં આવે છે તેથી તેનો ઉપયોગ તે કરી શકે.HS