કોરોના કાળમાં પણ ગ્રોથ કરનારી વિશ્વની ૧૦૦ કંપનીઓમાં રિલાયન્સ સામેલ
મુંબઈ: કોરોના કાળમાં વિશ્વભરની અર્થ વ્યવસ્થાને મોટો ફટકો પડયો છે. વેપાર-ધંધા ઠપ્પ રહેવાના કારણે કંપનીઓને જંગી નુક્સાન વેઠવું પડી રહ્યું છે. જા કે આ સંકટના સમયે પણ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ગ્રુપને પોતાનો ડંકો વગાડયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ વિશ્વની એવી ૧૦૦ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે, જેમણે કોરોનાના કપરા કાળમાં પણ ગ્રોથ કર્યો છે અને કંપનીની વેલ્યુએશનમાં વૃદ્ધિ થઈ છે.
કોરોના કાળમાં પણ ગ્રોથ કરનારી કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૮૯માં ક્રમે છે. રિલાયન્સ ભારતની એક માત્ર એવી કંપની છે, જે આવા કપરા કાળમાં ગ્રોથ કરનાની ટોપ-૧૦૦ કંપનીઓની યાદીમાં સામેલ છે.
રિપોર્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશે કહેવામાં આવ્યું છે કે, એવા સમયે જ્યારે કંપનીનો કોર બિઝનેસ મહામારી સામે ઝઝૂમી રહ્યો હતો, ત્યારે ગ્રુપના ડિજિટલ પ્લેટફોર્મ્સ જિઓમાં મોટાપાયે રોકાણ થયું છે. જેનાથી કંપનીની વેલ્યૂએશમાં વધારો થયો છે.
ફેસબૂક તરફથી અંદાજે ૧૦ ટકા ભાગીદારી ખરીદવામાં આવ્યા બાદ તેજી જાવા મળી છે. એ પછી અન્ય અનેક ગ્લોબલ કંપનીઓના રોકાણે રિલાયન્સ ર્ત્નૈ સહિત સમગ્ર ગ્રુપને નવી ઊંચાઈ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.
રિલાયન્સ ગ્રુપની ટેલિકોમ કંપનીની સફળતાને આ આંકડાથી પણ સમજી શકાય છે કે, ૨૨ એપ્રિલ બાદ અત્યાર સુધી કંપનીને ૧,૧૭,૫૮૮ કરોડ રૂપિયાનું રોકાણ પ્રાપ્ત થયું છે. શુક્રવારે જ અમેરિકન સેમીકંડક્ટર કંપની ઈન્ટેલે રિલાયન્સ જિઓમાં ૧૮૯૪.૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
કોરોનાના કાળમાં ગ્રોથ કરનાની કંપનીઓમાં એમેઝોન ટાપ ઉપર છે. આ સિવાય માઈક્રોસોફ્ટ, એપ્પલ, ટેસ્લા, ટેસેન્ટ, ફેસબૂક, ન્વીડિઆ, ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટ, પેયપાલ અને ટી-મોબાઈલ છે.
કોરોના કાળમાં ગ્રોથ કરનારી આ કંપનીઓની પ્રોફાઈલ જાઈશું, તો ખ્યાલ આવશે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા પર ભાર મૂકવાના પગલે ઓનલાઈન ડિલિવરીથી લઈને ઘરે બેઠા ડિજિટલ ઉપકરણોના ઉપયોગમાં વધારો થયો છે. જેનો સીધો ફાયદો ટેક કંપનીઓને થયો છે. એપ્પલ થી લઈને ટેસ્લા સુધીની તમામ કંપનીઓને નવા યુગની ટેક કંપનીઓ છે. જ્યારે એમેઝોન વિશ્વભરમાં ઓનલાઈની ડિલિવરી કરતી ઈ-કામર્સ જાયન્ટ કંપની છે.