Western Times News

Gujarati News

કોરોના કાળમાં પણ ગ્રોથ કરનારી વિશ્વની 100 કંપનીઓમાં રિલાયન્સ સામેલ

મુંબઈ: કોરોના કાળમાં વિશ્વભરની અર્થ વ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. વેપાર-ધંધા ઠપ્પ રહેવાના કારણે કંપનીઓને જંગી નુક્સાન વેઠવું પડી રહ્યું છે. જો કે આ સંકટના સમયે પણ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ગ્રુપને પોતાનો ડંકો વગાડ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ વિશ્વની એવી 100 કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે, જેમણે કોરોનાના કપરા કાળમાં પણ ગ્રોથ કર્યો છે અને કંપનીની વેલ્યુએશનમાં વૃદ્ધિ થઈ છે.

ફાઈનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, કોરોના કાળમાં પણ ગ્રોથ કરનારી કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 89માં ક્રમે છે. રિલાયન્સ ભારતની એક માત્ર એવી કંપની છે, જે આવા કપરા કાળમાં ગ્રોથ કરનાની ટોપ-100 કંપનીઓની યાદીમાં સામેલ છે. રિપોર્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશે કહેવામાં આવ્યું છે કે, એવા સમયે જ્યારે કંપનીનો કોર બિઝનેશ મહામારી સામે જજૂમી રહ્યો હતો, ત્યારે ગ્રુપના ડિજિટલ પ્લેટફોર્મ્સ Jioમાં મોટાપાયે રોકાણ થયું છે. જેનાથી કંપનીની વેલ્યૂએશમાં વધારો થયો છે.

ફેસબૂક તરફથી અંદાજે 10 ટકા ભાગીદારી ખરીદવામાં આવ્યા બાદ તેજી જોવા મળી છે. એ પછી અન્ય અનેક ગ્લોબલ કંપનીઓના રોકાણે રિલાયન્સ Jio સહિત સમગ્ર ગ્રુપને નવી ઊંચાઈ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. રિલાયન્સ ગ્રુપની ટેલિકૉમ કંપનીની સફળતાને આ આંકડાથી પણ સમજી શકાય છે કે, 22 એપ્રિલ બાદ અત્યાર સુધી કંપનીને 1,17,588 કરોડ રૂપિયાનું રોકાણ પ્રાપ્ત થયું છે. શુક્રવારે જ અમેરિકન સેમીકંડક્ટર કંપની ઈન્ટેલે રિલાયન્સ Jioમાં 1894.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.