કોરોના કાળમાં પણ પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા બરકરાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/modi-4-1024x576.jpg)
અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં મોદીની ગ્લોબલ અપ્રવૂલ રેટિંગ ૬૬ ટકા, ઓસ્ટ્રે.ના વડાપ્રધાન સ્કોટ મોરિસનની ૫૪ %
નવી દિલ્હી: કોરોના કાળમાં પણ વડપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાભરમાં સૌથી વધુ પસંદ કરાતા નેતાઓમાં પહેલા સ્થાન પર છે. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ તરફથી કરવામાં આવેલા સર્વેમાં અન્ય નેતાઓની તુલનામાં વડાપ્રધાન મોદી સૌથી લોકપ્રિય છે. વડાપ્રધાન મોદીની ગ્લોબલ અપ્રૂવલ રેટિંગ ૬૬ ટકા છે. સર્વેના માધ્યમથી મળેલા ડેટા મુજબ, કોરોના સંકટમાં પણ વડાપ્રધાન મોદી અમેરિકા, બ્રિટશ, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝીલ, ફ્રાન્સ અને જર્મની સહિત ૧૩ દેશોના અન્ય નેતાઓથી ઘણા આગળ છે.
અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ તરફથી કોરોના કાળ દરમિયાન દુનિયાભરના નેતાઓની લોકપ્રિયતાને લઈ એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના ડેટાનો અભ્યાસ કરવાથી જાણવા મળે છે કે કોરોના મહામારી દરમિયાન વિશ્વભરના નેતાઓની લોકપ્રિયતામાં થોડો ઘટાડો ચોક્કસ આવ્યો છે. તેમ છતાંય વડાપ્રધાન મોદી લોકપ્રિય નેતાઓમાં સૌથી ઉપર છે.
વડાપ્રધાન મોદી બાદ બીજા નંબર પર ઈટલીના વડાપ્રધાન મારિયા ડ્રેગી છે. મારિયો ડૈગીની અપ્રૂવલ રેટિંગ ૬૫ ટકા છે જ્યારે ત્રીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપ્રમુખ લોકેજ ઓબ્રેડોર છે. લોકેજ ઓબ્રેડોરની અપ્રૂવલ રેટિંગ ૬૩ ટકા છે. ભારતમાં ૨,૧૨૬ વયસ્કો સાથે કરવામાં આવેલા સર્વેક્ષણની સાથે મોર્નિંગ કન્સલ્ટ ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ ટ્રેકરે ભારતના પીએમ નરેન્દ્ર મોદી માટે ૬૬ ટકા અપ્રૂવલ દર્શાવ્યું, જ્યારે ૨૮ ટકાએ તેમને અસ્વીકૃત કર્યા છે.
આ પહેલા આ ટ્રેકરને ૧૭ જૂને અપડેટ કરવામાં આવ્યું હતું. ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટની અપ્રવૂલ રેટિંગમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન (૫૪%), જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલ (૫૩%), અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડન (૫૩%), કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો (૪૮%), બ્રિટનના પીએમ બોરિસ જાેનસન (૪૪%), દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ મૂન જે-ઇન (૩૭%), ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમૈનુઅલ મેક્રોન (૩૫%) અને જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા (૨૯%) છે.