કોરોના કાળમાં માણેકચોક વાસણ બજારની રોનક ફિક્કી પડી
પાર્કિંગની સમસ્યા મોટી હોવાથી નાની ખરીદી લોકો સ્થાનિક કક્ષાએથી જ કરે છેઃ ઓઢવમાં મેન્યુફેકચરીંગ હબ ઉભુ થતાં વાસણ બજારને અસર
ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો વધતા તથા ડીસ્ટ્રીબ્યુટર્સોએ ઉધાર માલ આપવાની શરૂઆત કરતા જ ગામડાઓમાંથી અમદાવાદ આવતા લોકો ઘટ્યા
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા વાસણ બજારમાં કોરોનાનું ગ્રહણ એવુ લાગ્યુ છે કે લગ્નગાળામાં પણ જાેઈએ એટલા પ્રમાણમાં ખરીદી નહંીં થતાં વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે. જુદા જુદા સમાજાેમાં અમુક પ્રથાઓ બંધ કે ઓછી થતાં હવે, કોઈ મોટાપ્રમાણમાં વાસણો ખરીદતું નથી કે ગીફટ સ્વરૂપે આપતુ નથી.
અમદાવાદના માણેકચોક વિસ્તારમાં માંડવીની પોળમાં આવેલા વાસણ બજારની એક સમયે રોનક હતી. પહેલા લગ્ન પ્રસંગ-જનોઈ પ્રસંગ પણ હોય તો લોકો પોતાના ફેમિલી સાથે વાસણ ખરીદવા આવતા હતા. ખરીદી કર્યા પછી બધા સાથે જમતા હતા. અને ઘરે પરત ફરતા હતા. પરંતુ હવે, આ પ્રકારના દ્રષ્યો વાસણ બજારમાં ખુબ જ ઓછા જાેવા મળી રહ્યા છે.
ગામડાઓમાં વાસણના વેપારીઓ વધતા હવે શહેર સુધી કોઈ લાંબુ થતુ નથી. બીજી તરફ ડીસ્ટ્રીબ્યુટર્સ પણ ગામડે ગામડેે વેપારીઓને ઉધાર માલ આપી રહ્યા છે. જયારે ખરીદી કરનારાઓને સ્થાનિક વેપારીઓ પાસેથી માલ ઉધાર મળી રહેતો હોવાથી રોકડેથી ખરીદી કરવા કોઈ શહેરમાં આવતુ નથી. બીજી તરફ શહેરી વિસ્તારોમાંથી જે કોઈ લોકો શહેરમાં આવતા હતા તેઓ હવેે ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે. આજની નવી પેેઢી તો આંગળીના ટેરવે મોબાઈલનો ઉપયોગ કરીને ખરીદી કરે છે. તો માણેકચોક વાસણ બજારમાં ટ્રાફિક જામ રહે છે. પાર્કિંગની સમસ્યા હોવાથી કોઈ પોતાના વાહન લઈને આવતું જ નથી. રીક્ષા લઈને આવે તો ભાડા પોષાય તેમ નથી. આ બધા કારણોસર માણેક ચોક માંડવીની પોળમાં આવતા ગ્રાહકોની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી ગઈ છે તેમ બજાર સાથે સંકળાયેલા જાણકારોનું માનવુ છે.
અલબત્ત,મોટી ખરીદી કરવી હોય તો લોકો હજુ આવે છે. પરંતુ નાની નાની ખરીદી સ્થાનિક કક્ષાએથી જ થવા લાગી છે. જયારે આધુનિક યુગમાં તો લગ્નમાં ‘પૂરત પ્રથા હજુ છે ખરી, પરંતુ તેમાં વાસણોની ખરીદી ઓછી થઈ રહી છે. શુકન માટે ખરીદી થતી હોય છેે. તેની સાથે સાથેે કાંસા, ડીસ્પોેઝેબલ, ગ્લાસ, ક્રોકરી સહિતના વાસણનો ઉપયોગ આધુનિક જમાનમાં થવા લાગતા વાસણ બજારોમાં ખરીદી ઘટી રહી છે.
ગ્રામ્ય વિસ્તારના લોકો પહેલાં ખરીદી કરવા માટે માણેચોક આવતા હતા પણ પાછલા કેટલાંક વર્ષોથી ઓઢવમાં મેન્યુફેકચરીંગ યુનિટો ઉભા થતાં હવે ગામડના મોટાભાગના લોકો ત્યાંથી ખરીદી કરી રહ્યા છે. ગુણવત્તાની બાબત પર ગ્રામ્ય લોકો ધ્યાન નથી આપતા પરંતુ ભાવમાં ફરક રહેતો હોવાથી ઓઢવમાં એક આખુ બજાર આકાર લઈ રહ્યુ છે.
આમ, અનેક કારણોસર અમદાવાદની રોનક ગણાતા માણેકચોક માંડવીની પોળ ખાતે આવેલા વાસણ બજારની રોનક ઓછી થઈ રહી છે. જાે કે મોટી ખરીદી માટે હજુ પણ લોકો આવી રહ્યા છે. પરંતુ અગાઉના સમયમાં જે વાતાવરણ જાેવા મળતુ હતુ તે આજે જાેવા નથી મળતુ તેમ સ્પષ્ટપણે બજાર સાથે સકળાયેલા લોકોનું કહેવુ છે.