Western Times News

Gujarati News

કોરોના કાળમાં રથયાત્રા યોજવા અંગે અસમંજસતા બાદ પણ તૈયારીઓ પુરજાેશમાં

Files Photo

અમદાવાદ: પૂરી પછી સૌથી મોટી અમદાવાદના રાજમાર્ગ પર યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજવા અંગે હજી અસમંજસની સ્થિતિ પ્રવર્તે છે. પરંતુ ભગવાન જગન્નાથજીને મામેરૂ આપવાની તૈયારીને મોસાળ સરસપુરમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે..એટલે કે રથયાત્રા યોજાય કે નહીં યોજાય પરંતુ મામેરૂં યોજાશે તે નિશ્ચિત છે.

અષાટી બીજ એટલે શુભ દિવસ.આ દિવસે અનેકવિધ શુભકાર્ય થાય છે.તેમાં પણ ભગવાન જગન્નાથજીની પરંપરાગત યોજાની રથયાત્રાનું વિશેષ મહત્વ છે. પૂરી પછી સૌથી મોટી રથયાત્રા અમદાવાદ મહાનગરમાં યોજાય છે.આ વર્ષે ૧૪૪-મી-રથયાત્રા શહેરના રાજમાર્ગ પર યોજાશે કે કેમ , એ અંગે મંદિરનાટ્‌ર્સ્‌ટી અને સરકારે હજી સુધી કોઇ ર્નિણય કર્યો નથી. પરંતુ સ્થાનિક પોલીસે રથયાત્રાના પૂર્વ આયોજન અંગે કવાયત શરૂ કરી છે. રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજી , બહેન સુભદ્રા અને ભાઇ બલરામ મોસાળ જાય છે. શહેરના અમદાવાદ સ્થિત સરસપુરમાં આવેલા રણછોડરાયમંદિરમાં ભગવાન જગન્નાથજીને પરંપરાગત મોસાળુ કરવાનો પણ અનોખો મહિમા છે.

રથયાત્રાના આયોજન અંગે હાલ નિશ્ચિતતા છે, પરંતુ મામેરૂ યોજવા રણછોડરાયમંદિરે તડામાર તૈયારીને આખરી ઓપ આપ્યો છે. આ વર્ષે જગતના નાથને મામેરામાં મહારાષ્ટીયન સ્ટાઇલના રજવાડી વાઘા પહેરાવવામાં આવશે. જેમાં જરદોશી, મોતી અને મિરર વર્ક કલાત્મક રીતે કરવાના ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ભગવાનને સોળ શણગારયુક્ત મોંઘેરા ઘરેણાથી સજાવવામાં આવશે.

આ ઉપરાંત જાે રથયાત્રા યોજાય તો કોવિડ-૨૦૧૯નું પાલન કેવી રીતે કરાવી શકાય ? એ અંગે શહેર પોલીસતંત્રએ પણ કમર કસી છે. જાે કે શહેરના રાજમાર્ગ પર રથયાત્રાને કોરોનાનું ગ્રહણ લાગવાના કારણે મુલતવી પણ રાખી શકાય છે. પરંતુ હાલ તો પૂર્વ આયોજનમાં પોલીસતંત્ર લાગી ગયું છે.

એકંદર રથયાત્રા નિમિત્તે ધાર્મિક ભાવના જળવાય અને સાથે કોરોનાસંક્રમણ પણ ફેલાય નહીં તે રીતે રથયાત્રામાં આયોજન કરવાની પૂર્વતૈયારીને આખરી ઓપ આપવામાં જગન્નાથજી મંદિર ટ્રસ્ટ અને રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ વ્યસ્ત બન્યા છે. ત્યારે બંન્ને ટ્રાસ્ટ ટ્રસ્ટીમંડળ અને સરકાર સાથેના વિમર્શ પછઈ રથયાત્રા રાજમાર્ગ પર યોજવા અંગનો આખરી ર્નિણય લેવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.