Western Times News

Gujarati News

કોરોના કાળમાં રીક્ષા ચાલકોની હોંશિયારી : મીટર નથી કે બંધ છે

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં શટલ રીક્ષાઓનું સામ્રાજય ઘણા વર્ષોથી છે પરંતુ કોરોનાને કારણે માત્ર બે જ પેસેન્જર બેસાડવાના નિયમને કારણે ઓટો રીક્ષાચાલકો ફસાયા છે જાેકે શહેરના અમુક વિસ્તારોમાં ખુલ્લેઆમ શટલ રીક્ષા ફરતી જાેવા મળે છે તેમાં પેસેન્જરો ઠાંસી-ઠાંસીને બેસાડે છે.

કોરોનાને કારણે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઓછી હોવાથી પ્રજાને ઝાઝુ કષ્ટ ન પડે તેને ધ્યાનમાં લઈને ટ્રાફિક પોલીસ આ વાતને નજર અંદાજ કરે છે પરંતુ સવાલ અહીયા એ છેકે અમદાવાદમાં હવે “મીટર બંધ” વાળી રીક્ષાઓ ખૂબ ફરી રહી છે રીક્ષા ઉભી રાખ્યા પછી પેસેન્જરને ખબર પડે કે તેમાં મીટર નથી અને હોય તો ચાલતુ નથી તેમ કહેવાય છે પછી જે સ્થળે જવાનું હોય તેના ઉચ્ચક ભાવની રકઝક થાય છે ખરેખર તો શહેરમાં જેટલી રીક્ષા રોડ પર ફરતી હોય તેના મીટર ચાલુ કન્ડીશનમાં હોવા જાેઈએ તો મોટાભાગની રીક્ષામાં બે મીટર પણ જાેવા મળે છે

એક મુસાફર બેસે ત્યાં ઉપરની તરફ અને બીજુ મીટર રીક્ષા ડ્રાઈવરની ડાબી બાજુ નીચેની તરફ હોય છે બંને મીટરમાં બે-પાંચ રૂપિયાનો ફરક આવે છે. મતલબ ઉપરના રીડીંગ મીટરમાં કિલોમીટર- રકમ બંને લખાઈને આવે છે પરંતુ નીચેની તરફના મીટરમાં બે- પાંચ રૂપિયા વધારે આવતા હોવાથી હોંશિયાર રીક્ષા ડ્રાઈવરો નીચે બેઠક પાસેનું મીટર ચાલુ કરી દે છે જાેકે ઘણા રીક્ષાચાલકો પેસેન્જર જાેડે ઝંઝટ કરવા માંગતા નહી હોવાી કિલોમીટર અને રકમ દેખાય તે મીટર ચાલુ રાખે છે અમુક સ્થળોએ તો રીક્ષાચાલકો મીટર ચલાવતા નથી ઉચ્ચક ભાડુ જ લે છે જેને કારણે મુસાફરને નુકશાન થાય છે સામાન્ય રીતે અમદાવાદમાં મીટરથી જ રીક્ષા ચલાવવાનો કાયદો છે પરંતુ હવે તો તેનો પણ છડેચોક ભંગ થઈ રહયાની ફરિયાદ સામાન્ય જનતામાંથી ઉઠી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.