કોરોના કાળ દરમિયાન પતિ-પત્ની વચ્ચે છૂટાછેટાની અરજીમાં વધારો
અમદાવાદ: રાજ્યમાં કોરોના મહામારીથી લોકોના જીવન પર ઘણી અસર જાેવા મળી છે. કોરોનાને કારણે કેટલાક લોકોએ ધંધા-રોજગારથી તેમજ નોકરીથી હાથ ગુમાવ્યો છે. તો બીજી તરફ કોરોનાને કારણે લોકોના અંગત જીવન પર પણ ઘણી અસર પડી છે. અમદાવાદમાં કોરોનાને કારણે પતિ-પત્ની વચ્ચે ડિવોર્સ માટેની અપીલનું પ્રમાણ વધ્યું છે.
રાજ્યમાં કોરોના મહામારીએ લોકોની સોશિયલ લાઈફ સાથે અંગત જીવન પર પણ ઘણી અસર પાડી છે. કોરોનાને કારણે સરકાર દ્વારા લોકડાઉન, મીની લોકડાઉન જેવા કડક નિયમો લાદવામાં આવતા લોકોના ધંધા-રોજગારને અસર તેમજ નોકરીયાતોને નોકરી પણ ગુમાવવાનો વારો આવતા લોકોને ઘરે બેસવાનો વારો આવ્યા છે. આ કારણથી લોકોના અંગત જીવન પર ખુબ જ અસર થઈ છે.
કોરોના લોકડાઉન અને મીની લોકડાઉનને કારણે ૨૪ કલાક સાથે રહેતા સંબંધોમાં બદલાવ આવ્યા છે. પતિ અને પત્નીને પહેલા સાથે રહેવાનો ઓછો સમય ન હતો જ્યારે હવે કોરોનાને કારણે વધુ સમય સાથે રહેવા મળે છે તો પતિ અને પત્નીને એકબીજાની ઉણપ અને ખામીઓ જાણવા મળી રહી છે. જેના કારણે અમદાવાદમાં ડિવોર્સ માટેની અપીલનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં ૩૦ થી ૪૦ ટકા ડિવોર્સની અપીલમાં વધારો થયો છે. આ ઉપરાંત કોરોનામાં આર્થિક સ્થિતિ પણ ડિવોર્સ માટેનું કારણ બની છે. સાથે જ પતિ અને પત્નીની સ્વતંત્રા પર અસર થતા જ ડિવોર્સ માટે લોકો અપીલ કરી રહ્યા છે.