કોરોના કેરિયર ના બને માટે આમોદ નગરમાં શાકભાજી વિક્રેતાઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.
ભરૂચ, આમોદ નગરમાં કોરોના પોઝીટીવ કેસ મળતા આમોદ પાલિકા તથા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શાકભાજીના વેપારીઓ તથા ફેરીયાઓનું થર્મલ ગનથી સ્ક્રેનિંગ કરવામાં આવ્યું હતું.જેમાં ૭૪ ફેરિયાઓનું સ્ક્રેનિંગ કરવામાં આવ્યું હતું.જેઓ કોરોના કેરિયર ના બને તેની તકેદારી માટે તેમનું સ્ક્રેનિંગ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી તથા ઓફીસ સુપરિટેન્ડન દ્વારા આમોદ માર્કેટમાં માસ્ક તેમજ સેનેટાઇઝ વગરના દુકાનદારોને ૧૧૦૦ રૂપિયાનો દંડ કર્યો હતો.