કોરોના કોલર ટયુનને ટુંક સમયમાં વિદાય અપાશે

નવીદિલ્હી, કોઈ મોબાઈલ કે લેન્ડલાઈન કોલ કરો અને તેની સાથે જે પ્રિ-કોલ કોલર ટયુન પહેલા કોવિડ સામે સુરક્ષા અને બાદમાં વેકસીનેશન અંગે સંભળાતી હતી તે હવે ટુંકસમયમાં બંધ કરી દેવામાં આવશે.
સરકારે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટને દુર કર્યા છે.તેની સાથે પ્રોટોકોલ પણ પાછા ખેંચાયા છે તે વચ્ચે આ કોલર ટયુન જે યથાવત હતી તે પણ બંધ થઈ જશે.આરોગ્ય મંત્રાલયે આ સેલ્યુલર ઓપરેટર એસો ઓફ ઈન્ડીયાની વિનંતીને સ્વીકારી છે.
આમ આ અગાઉ કોરોનાકાળ બાદ આરોગ્ય મંત્રાલયની સુચનાથી ટેલીકોમ મંત્રાલયે તમામ ઓપરેટરોને આ પ્રી-કોલટયુન ફરજીયાત બનાવી હતી તેનાથી તેનો કોલ ટાઈમમાં વધારો થતો હતો પણ તેનું વળતર મળતુ ન હતું.HS