કોરોના ખોફ : મોડાસા સહીત અરવલ્લી જીલ્લામાં બજારો બંધ રસ્તા સુમસામ
ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસરો કર્યા બાદ દરરોજ તેના પોઝિટીવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ ૧૩ પોઝિટિવ કેસ સામે આવી જતા હાહાકાર મચી જવા પામ્યો છે.અરવલ્લી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે કોરોનના હાઉં ના પગલે શનિવારે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં મોટાભાગના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રમોદીના રાષ્ટ્રજોગ સંબોધનમાં કોરોના વાઈરસને હરાવવા માટે રવિવારે જનતા કર્ફ્યુના એલાન પછી લોકો કોરોના વાઈરસના સંક્રમણને ગંભીરતા પૂર્વક લેતા થયા હોય તેમ મોડાસા શહેર સહીત જીલ્લામાં પ્રજાજનોએ કામ વગર ઘરની બહારનું ટાળી રહ્યા હોય તેમ લોકોની અવર-જવર ખુબ જ જૂજ જોવા મળી હતી
બાયડના ગ્રામ્ય વિસ્તારમાં દુબઇ થી આવેલા યુવક વતનમાં આવ્યો હતો શરદી-ખાંસી અને તાવના લક્ષણો જણાતા યુવકને વાત્રકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી તેના પરિવારજનોને પણ વાત્રક હોસ્પિટલમાં આઈસોલેટેડ કરવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગે યુવકનો કોરોનનો રિપોર્ટ કરાવતા યુવકનો કોરોનનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો
અરવલ્લી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શુક્રવારથી કોરોના વાઈરસનાં ગંભીરતાના પગલે કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે મોડાસા શહેરમાં નગરપાલિકા તંત્રએ કલમ-૧૪૪ ની અમલવારી સખ્તાઈ પૂર્વક થાય તે માટે શહેરમાં આવેલી તમામ પાન-પાર્લર ખાણી-પીણીની દુકાનો અને સ્ટોલ ધારકો સહીત મોટી સંખ્યામાં એકત્રિત થાય તેવા તમામ ધંધા-રોજગારના સ્થળોએ બંધ કરાવવા સમજાવટ હાથધરી હતી મોડાસા શહેરમાં પાન-પાર્લર સહીત ખાણી-પીણીની દુકાનો અને સ્ટોલધારકોએ પણ સહકાર આપતા બંધ કરી દેતા મોડાસા શહેરનું ધબકતું જનજીવન થંભી ગયું હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે