કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે ઈદે મિલાદુન્નબીનું જુલુસ નિકળશે
અમદાવાદ, પૈગમ્બર હજરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસની ઉજવણીને લઈને મુસ્લિમ સમાજ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારે પણ ઈદે મિલાદુન્નબીના જુલુસની શરતી પરવાનગી આપી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ ગૃહમંત્રીએ આદેશ કર્યા છે કે રાજ્યમાં જુલુસ અંગેની એસઓપીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
મહત્વનું છે કે ગ્યાસુદ્દીન શેખ, જાવેદ પીરઝાદા, ઈમરાન ખેડાવાલાએ જુલુસની માંગ કરી હતી જે બાદ મુખ્યમંત્રી સાથેની ચર્ચા બાદ ગૃહમંત્રીએ ત્રણેય ધારાસભ્યોને ર્નિણયની ટેલિફોનિક જાણ કરી હતી. જાેકે ઈદે મિલાદુન્નબીના જુલુસનો સમય બદલાય તેવી શક્યતાઓ જાેવા મળી રહી છે.
આ જુલુસ કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે નિકળશે તેવું મનાઈ રહ્યું છે. જાે કે હજુ સુધી સત્તાવાર જુલુસ અંગેની એસઓપીની જાહેરાત કરી નથી અહીં ઉલ્લેખનિય છે કે કોરોના કાળમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે કોવિડ લાઈડ લાઈનના નિયમોનું શખ્ત અનુસરવું અનિવાર્ય છે,
જાેકે હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે, હજુ પણ રાજ્યમાં કોરોના કેસ એક્ટિવ છે, તેવામાં લોકોને કોવિડ નિયમોનું પાલન કરવામાં માટે કહેવામાં આવે છે.