કોરોના છતાં ગુજરાતી છાત્રોના અમેરીકાના વિઝા મંજુરીમાં વધારો
(એજન્સી) અમદાવાદ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ મુસાફરી માટે મુકેલા નિયંત્રણોએે ે ગુજરાતના વિદ્યાર્થીઓને આ બંન્ને દેશોથી દૂર રાખ્યા છે. ત્યારે આ કપરા સમયમાં અમેરીકા આ વિદ્યાર્થીઓ માટે મુખ્ય સેન્ટર બન્યુ છે. જ્યાં સુધી વિદ્યાર્થીવીસાની મંજુરીનો સંબંધ છે ત્યાં સુધી યુએસ પહેલાં કરતા વધુ આવકારદાયક બન્યુ છે. એટલુ જ નહીં ગુજરાતી વિદ્યાર્થીઓના અમેરીકાના વિઝામાં પણ જાેદાર ઉછાળો આવ્યો છે.
અમદાવાદના જાણીતા વિઝા કન્સ્લટન્ટે જણાવ્યુ હતુ કે ભારતીય વિદ્યાર્થીઓ યુએસમાં આશાનુૃં નવું કિરણ જુએ છે. કારણ કે અન્ય ઘણા દેશો મુસાફરી પર કડક નિયંત્રણો લાદ્યા છે. અને વિઝા મેળવવાનુૃ મુશ્કેલ બનાવ્યુ છે. હાલ ભારતીય વિદ્યાર્થીઓ માટે યુએસ વીસા સફળતા દર લગભગ ૯પ ટકા છે. અને આ છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી વધુ છે.
અન્ય એક કન્સ્લટન્ટે જણાવ્યા અનુસાર ગુજરાતના વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા કરતા યુએેસને વધારે પસંદ કરી રહ્યા છે. ભારતમાં અન્ય ભાગોના વિદ્યાર્થીઓ માટે પણ આ સાચુ છે. યુએેસ વિઝા મેળવવાનો વર્તમાન સફળતા દર ઓક્ટોબરમાં જેટલો હતો તેના કરતા વધુ છે. એટલું જ નહીં મહત્ત્વની વાત એ છે કે અગાઉ નામંજુર થયેલા સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ મહામારીના સમયમાં તેમના વિસા મેળવ્યા હતા. અમેરીકા તેની યુનિવર્સિટીઓને પાટા પર લાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યુ છે. જેને મહામારીના કારણે માઠી અસર થઈ છે.