કોરોના છેલ્લા ૨૪ કલાકમાં ૩,૬૨,૭૨૭ લાખ કેસ નોંધાયા
કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઓછો થવાનું નામ નથી લેતો, વચ્ચે કેસ ઘટ્યા બાદ વળી પાછા વધવા લાગ્યા છે
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ઓછો થવાનું નામ નથી લેતો. વચ્ચે કેસ ઘટ્યા બાદ હવે વળી પાછા વધવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૩.૬૨ લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ૪૦૦૦થી વધુ લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૩,૬૨,૭૨૭ લાખ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૨,૩૭,૦૩,૬૬૫ પર પહોંચ્યો છે. જેમાંથી ૧,૯૭,૩૪,૮૨૩ દર્દીઓ રિકવર થયા છે.
જ્યારે ૩૭,૧૦,૫૨૫ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાના કારણે એક દિવસમાં ૪૧૨૦ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મોતનો આંકડો ૨,૫૮,૩૧૭ પર પહોંચ્યો છે. એક દિવસમાં જાે કે ૩,૫૨,૧૮૧ દર્દીઓએ કોરોનાને માત પણ આપી છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૭,૭૨,૧૪,૨૫૬ લોકોનું રસીકરણ કરાયું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશભરમાં ગઈ કાલે ૧૮,૬૪,૫૯૪ કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં દેશભરમાંથી કુલ ૩૦,૯૪,૪૮,૫૮૫ કોવિડ-૧૯ ટેસ્ટિંગ હાથ ધરાયા છે.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ એકવાર ફરીથી કોરોનાના કેસ વધતા જાેવા મળ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૧૦૧૭ દર્દીઓ નોંધાયા છે. જાે કે રિકવર થતા દર્દીઓનો આંક સતત વધી રહ્યો છે. એક દિવસમાં ૧૫૨૬૪ દર્દીઓ રિકવર થયા. જ્યારે ૧૦૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા. શમાં કોરોના વાયરસની બીજી લહેરે ઘણા ઘરોને તબાહ કરી દીધો છે. કોરોનાના આ સંકટમાં ઘણા લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. તો કોરોના વાયરસથી બચાવ માટે વેક્સિન ખુબ ઉપયોગી માનવામાં આવી રહી છે.
પરંતુ આ વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોના વેક્સિનેશન રોકી દેવામાં આવ્યું છે. તો રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં ૮૧૬ લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સારવાર બાદ ૫૮૮૦૫ લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી ૫૨,૨૬,૭૧૦ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. તો ૭૮,૦૦૭ લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી ૪૬,૦૦,૧૯૬ લોકો કોરોનાને માત આપી ચુક્યા છે.