કોરોના જંગમાં રાજકીય મતભેદો ભૂલી જવા જાેઈએઃ સોનિયા ગાંધી
નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે કોંગ્રે પક્ષના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ છે કે અમે કેન્દ્ર સરકારની દરેક પ્રકારે મદદ માટે તૈયાર છે. સોનિયા ગાંધીએ કહ્યુ છે કે કોરોના વાયરસ સામે લડવા માટે આપણે રાજકીય મતભેદોને બાજુએ મૂકી દેવા જાેઈએ. પોતાના રાજકીય મતભેદો ભૂલીને આપણે એક સાથે કોરોના સામે લડાઈ લડવી જાેઈએ. સોનિયા ગાંધીએ રાજકીય નેતાઓને પણ પરસ્પર મતભેદોથી ઉપર ઉઠીને એક રાષ્ટ્ર રૂપે કોવિડ-૧૯ મહામારી સામે લડવાની વાત કહી છે.
સોનિયા ગાંધીએ કહ્યુ કે અમે કેન્દ્ર સરકારની આ સંકટના સમયે મદદ કરવા માટે તૈયાર છે. એ જાણતા હોવા છતા કે સરકારે મેડિકલ કેર સિસ્ટમ પર બિલકુલ ધ્યાન નથી આપ્યુ. આ મહામારીના સમયમાં કેન્દ્રનુ વલણ ચોંકાવનારુ છે.
સોનિયા ગાંધીએ કહ્યુ, ”મારુ માનવુ છે કે ‘કોરોના સામે લડવુ’ એ ‘તમારી સામે અમારી'(મોદી સરકાર વિ. કોંગ્રેસ)ની લડાઈ નથી.’
‘ આ આપણી(દેશ)સામે કોરોનાની લડાઈ છે. માટે કોવિડ સામે આ લડાઈ રાજકીય ગઠબંધનથી પરે છે. આપણે આ લડાઈને એક રાષ્ટ્ર તરીકે મળીને લડવાની છે. સોનિયા ગાંધીએ કહ્યુ, ‘મોદી સરકારે એ અનુભવવુ જાેઈએ કે લડાઈ કોરોના સામે છે, આ કોંગ્રેસ કે અન્ય રાજકીય વિરોધીઓ સામે નથી.’ સોનિયા ગાંધીએ કહ્યુ, ‘અત્યારે રાજકીય સામાન્ય સંમતિ જરૂરી છે. આપણે બધા નેતાઓએ એક સાથે મળીને મહામારી સામે લડવુ જાેઈએ, જેની સામે દેશ ઝઝૂમી રહ્યો છે. દૂર્ભાગ્યથી મોદી સરકારે એ વારંવાર બતાવ્યુ છે કે તેમને સર્વસંમતિ પસંદ નથી.
મારુ ખરેખર એવુ માનવુ છે કે પડકારરૂપ સમયમાં રાજકીય નેતૃત્વએ રાજકીય મતભેદોથી ઉપર ઉઠીને કામ કરવાની જરૂર છે. આપણે પહેલા ઘણી વાર આવુ કર્યુ છે. એક દેશ અને એક લોકતંત્ર રૂપે, ભારત હંમેશા સંકટ સમયે એકસાથે આવ્યો છે.’ કોરોના વાયરસ સામે લડવા માટે મોદી સરકાર પાસે શું છે યોજના? સોનિયા ગાંધીએ કહ્યુ છે કે આવા સમયમાં જ્યાર દેશની સરકાર જવાબદારીઓમાંથી મોઢુ ફેરવી લીધુ છે ત્યારે લોકોને સાંભળવા અને તેમની પીડાને વ્યક્ત કરવા માટે એક વિપક્ષ તરીકે અમારી ભૂમિકા સૌથી વધુ અનિવાર્ય બની જાય છે. એ પૂછવા પર કે શું તેઓ(સોનિયા ગાંધી) અને તેમનો પક્ષ(કોંગ્રેસ) સરકારની મદદ કરવા માટે તૈયાર છે? સોનિયા ગાંધીએ કહ્યુ, ‘નિઃશંકપણે, કોઈ શરત વિના અમારો જવાબ હશે – હા.’