Western Times News

Gujarati News

કોરોના ડરના મના હૈ: કહેવા ખાતર માસ્ક પહેરતા રીક્ષાચાલકો

(પ્રતિનિધિ)અમદાવાદ, “ડરના મના હૈ” આવું કંઈક શટલ રીક્ષાવાળાઓ કોરોનાને લઈને કહી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આગળ-પાઈપ પર બેસાડીને ખુલ્લેઆમ શટલરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે શટલ રીક્ષાવાળાઓને કોરોનાનો ડર નથી લાગતો.

મોટાભાગના શટલરીક્ષાવાળા નામ પૂરતું માસ્ક રાખે છે અને પેસેન્જરોનો પાછળ ભરે છે પણ કેટલાક તો પોલીસની નજરથી બચીને હિંમત કરીને આગળ બેસાડે છે. દૂરથી પોલીસને જાેવે તો આગળ બેઠેલા પેસેન્જરને ઊતરીને આગળ આવવાનું કહી દે છે.

શટલ રીક્ષાવાળાઓનું માનવું છે કે કોરોના છે જ નહિં એટલે ડરવાની જરૂર નથી. જાેકે, આવું કહેવામાં બધાનો સમાવેશ થતો નથી. પણ એકંદરે શટલીયાઓ કોરોનામાં માનતા નથી તેવી છાપ ઊભી થઈ રહી છે. આગળ જણાવ્યું છે તેમ કહેવા ખાતર “માસ્ક લગાડે છે તે પણ ચાર રસ્તા પૂરતું” પછી તેમાં કોઈ સુધાર આવતો નથી.

યુનિવર્સિટી રોડ પરનો ઉપરથી વાડજ સુધી શટલ ચલાવતા રીક્ષાચાલકોનો બેફામ રીક્ષા હંકારતા નજરે પડે છે. અહીંયા પણ ડરવાની જરૂર નથી તેમ કહેવાય છે અમુક શટલવાળા તો પોતાના રીક્ષા ચલાવવાના અનુભવની કથા કરી નાંખે છે. પરિણામે પેસેન્જરને ચૂપ થવું પડે છે. તો લાલ બસવાળાનો રૂટ વિશે પૂછો તો ક્રોધિત થઈ જાય છે. કોરોનાને કારણે લોકો તુરત જ મગજ પર કાબુ ગુમાવતા નજરે પડે છે.

કોરોનાની બાબતમાં શંકા-કુશંકા વ્યક્ત કરાતી રહે છે. તે પણ નવી વાત નથી. પણ શટલ રીક્ષાવાળા ગમે તેટલું કહો “હમ નહીં સુધરેંગે” વાક્યને બરાબરનું પકડી રાખ્યું લાગે છે. કોરોના અને માસ્કને લઈને મોટાભાગના શટલ રીક્ષાવાળાઓના વિચારમાં લગભગ સામ્યતા જાેવા મળે છે. લોકશાહીમાં બધાને પોતાના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા છે પરંતુ કોરોનામાં તકેદારીના પગલાં લેવા એટલું જ જરૂરી છે તે ન ભૂલવું જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.