કોરોના થૈંકસગિવિંગની રજાઓ બાદ બેકાબુ થવાની આશંકા
વોશિંગ્ટન, અમેરિકામાં કોરોનાનો કહેર હજુ પણ જારી છે તાજેતરમાં એક દિવસમાં બે લાખ મામલા સામે આવ્યા હતાં જેથી આરોગ્ય વિભાગમાં નાસભાગ મચી ગઇ છે અમેરિકામાં આ સમયે લોકો થૈંકસગિવિંગની રજાઓ મનાવી રહ્યાં છે અને રજાઓ મનાવી પોતાના ઘરે પાછા ફરી રહ્યાં છે આવામાં કોરોના સંક્રમણ બીજીવાર વધવાના ભયે અમેરિકી આરોગ્ય અધિકારઓએ એકવાર ફરી મોટા પ્રતિબંધ લાગુ કરી દીધા છે.
લોસ એજિલિસ કાઉટીએ પોતાના એક કરોડ નિવાસીઓને ઘરની બહાર નહી નિકળવાનો આદેશ જારી કર્યો હતો.સિલિકોન વૈલીની વચ્ચોવચ્ચ આવેલ સાંતા કલારા કાઉટીએ ધંધાદારી ખેલો, માધ્યમિક સ્કુલો અને કોલેજોને ખોલવા પર રોક લગાવી દીધી છે આ ઉપરાંત કાઉંટીની બહાર ૧૫૦ મીલથી વધુ અંતરની યાત્રા કરનારાને કવારંટીનમાં રહેવાનો આદેશ આપ્યો છે.
આ ઉપરાંત હવાઇ કાઉંટીના મેયરે કહ્યું કે જાે કોઇ વ્યક્તિ બહારથી આવી રહ્યું છે અને તેની પાસે કોરોનાની નિગેટિવ રિપોર્ટ નથી તો તેને ૧૪ દિવસ માટે પહેલા કવારંટીન થવું પડશે. આરોગ્ય અધિકારી ડો સારા કોડીનું કહેવુ છે કે સાંતા કલારામાં કોરોનાના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે કોડીએ કહ્યું કે એવું અનુમાન છે કે ડિસેમ્બરના ત્રીજા અઠવાડીયા બાદ આ સંક્રમણની ગતિમાં થોડો ઘટાડો આવી શકે છે જાે સમય પર યોગ્ય પગલા ઉઠાવાશે નહીં તો હાલત ગંભીર બની શકે છે.
થૈંકગિવિંગ પ્રસંગ પર આરોગ્ય અધિકારીઓએ લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપી છે પરંતુ ત્યારબાદ પણ રવિવારે લગભગ ૧૨ લાખ લોકો અમેરિકી હવાઇ અડ્ડા પરથી પસાર થયા અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધી ૨ લાખ ૬૭ હજારના મોત થયા છે.HS