Western Times News

Gujarati News

કોરોના દર્દીઓનું મગજ 10 વર્ષ ઘરડું થયાનો સંશોધનમાં ખુલાશો

નવી દિલ્હી, કોરોના વાયરસ પર નવું સંશોધન દિવસેને દિવસે ઉભરી રહ્યું છે. દુનિયાભરમાં કહેર મચાવનાર કોરોના વાયરસ (કોવિડ -19 રોગચાળા) માટે ડ્રગ અને રસી વિકસાવવા માટે પણ કામ ચાલી રહ્યું છે. દરમિયાન, એક નવા અભ્યાસમાં કોરોના વાયરસ સંક્રમણથી સાજા થયેલા દર્દીઓના  મગજ સબંધિત મોટા ખુલાસા થયા છે.  આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ ચેપ લોકોના મગજને એટલી હદે ખરાબ અસર કરે છે કે તે મગજના 10 વર્ષ ઘરડા થવા બરાબર છે. આનો અર્થ એ કે મગજની કાર્યકારી સિસ્ટમ નકામી બની જાય છે.

લંડનની ઇમ્પિરિયલ કોલેજના ડોક્ટર એડમ હેમ્પશાયરની આગેવાનીમાં 84,૦૦૦ થી વધુ લોકોની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે કેટલાક ગંભીર કેસોમાં કોરોના વાયરસ સંક્રમણનો સંબંધ  મહિનાઓ માટે મસ્તિષ્કમાં થનારા નુકસાન સાથે છે. એમાં મસ્તિષ્ક- મગજને સમજવાની શક્તિ અને કાર્ય કરવાની ક્ષમતા શામેલ છે.

સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે આ અભ્યાસથી એ વાતની પુષ્ટિ થઈ છે કે, કોવિડ 19 મહામારી મગજ પર ખરાબ અસર કરી રહ્યો છે. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો કોરોના વાયરસ સંક્રમણથી સ્વસ્થ થયા છે અથવા જેમને હવે કોઈ લક્ષણો નથી, તેમના મગજના કાર્ય પ્રણાલી પર નુકસાન પહોંચી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.