Western Times News

Gujarati News

કોરોના દર્દીઓને 108ના ભરોસે મૂકવા સામે મ્યુનિસિપલ કોંગ્રેસનો વિરોધ

એસ.વી.પી. તેમજ અન્ય હોસ્પિટલ અધિકારીઓના સગા માટે ખાલી રાખવામાં આવી રહી છે : કમળાબેન ચાવડા

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોવીડ_19 ના કેસ વધી રહયા છે. કોરોના મહામારી ની શરૂઆતથી દર્દીને જે તે હોસ્પિટલમાં દાખલ કરવાની કામગીરી મ્યુનિ.હોસ્પિટલ તથા અમદાવાદ શહેર ની ખાનગી હોસ્પિટલમાં મ્યુનિ. ક્વોટા ની બેડ હતી ત્યાં દાખલ કરવામાં આવતા હતા

એટલે કે દર્દીને અમદાવાદ શહેરમાં આવેલ હોસ્પિટલમાં સારવાર કરવામાંપીરાણા આગ દુર્ઘટનામાં અનાથ બનેલા બાળકોની વ્હારે આવ્યું જિલ્લા વહીવટી તંત્ર આવતી હતી જરૂર પડેલ ત્યારે સમરસ હોસ્ટેલ જેવી વિવિધ જગ્યાએ પણ દાખલ કરી સારવાર આપવામાં આવતી હતી.

પરંતુ છેલ્લા બે દિવસથી અમદાવાદના દર્દીઓને અન્ય શહેરમાં લઈ જવામાં આવી રહયા છે તેમજ દર્દીઓને 108 ના હવાલે કરવામાં આવ્યા છે તેનો મ્યુનિસિપલ કોંગ્રેસ ઘ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ વિપક્ષી નેતા કમળાબેન ચાવડાએ તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભા. જ. પ.ના સત્તાધીશો દ્વારા અણધડ નિર્ણય લઈ ને દર્દીને અમદાવાદ શહેર ની બહાર એટલે કે ખેડા,નડિયાદ, કરમસદ વિવિધ જગ્યાએ આવેલ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે

આવા અવિચારી નિર્ણયને કારણે લોકો હાલાકીમાં મુકાઇ ગયા છે. અમદાવાદ શહેર માં વિવિધ જગ્યા જેવી કે વી.એસ.હોસ્પિટલ, સમરસ હોસ્ટેલ વિવિધ જગ્યાએ દર્દીને દાખલ કરી ને સારવાર આપી શકાય તેમ છે.

તેમછતાં આવો તઘલખી નિર્ણય લઈ ને સત્તાધીશો લોકોને ભયભીત કરી મુશ્કેલી ઊભી કરવા પાછળ શું કારણો છે તેવો કોઈ જવાબ સત્તાધીશો પાસે નથી માટે ૧૦૮ નું કામ અમદાવાદ શહેરમાં રહેતા દર્દીને અમદાવાદ શહેરમાં આવેલ વિવિધ હોસ્પિટલો તથા ખાનગી હોસ્પિટલમાં મ્યુનિ.ક્વોટા ની બેડ પર દાખલ કરવા તેમજ જરૂર પડે તો અન્ય જગ્યાએ સુવિધા ઊભી કરી દર્દીને હાલાકી  ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.

AMCએ  કોરોના પોઝિટિવ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની પદ્ધતિ સેન્ટ્રલાઈઝ કરી છે, જેની અમલવારી 108 સેવાને સોંપાઈ છે.

આ રીતે શાસકો તેમની જવાબદારી માંથી છટકી જવા પ્રયાસ કરી રહ્યા છે. તેમજ 108ને જવાબદારી સોંપવાથી અધિકારીઓ નિષ્ફળ સાબિત થઈ રહ્યા હોવાનું પણ જાહેર થાય છે.અમદાવાદ મ્યુનિ.ની સરકારી કોવિડ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે જાહેર કરવું જોઈએ.

અમદાવાદમાં બેડ ખાલી હોવા છતાં દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને અસારવા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી રહ્યાં છે તે અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.

શહેરનીની ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી હોવા છતાં દર્દીઓને ગાંધીનગર મોકલવામાં આવી રહ્યાં છે. આથી બે બાબતો સામે આવી રહી છે એક તો 108 સેવા પાસે અમદાવાદની કોવિડ હોસ્પિટલની સાચી માહિતી નથી

અથવા તો જાણી જોઈ ખાનગી હોસ્પિટલમાં બેડ સત્તાધીશો કે અમ્લદારોના સગા માટે ખાલી રાખવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિ.ની આ વ્યવસ્થાથી સામાન્ય નાગરિકોને અન્યાય થઈ રહ્યો છે.

અમદાવાદની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પારદર્શિતાથી દર્દીઓને દાખલ કરવાની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. આ 108 સેવાની સેન્ટ્રલાઈઝ વ્યવસ્થાના નામે અમદાવાદના લોકોને થઈ રહેલો અન્યાય કોઈ કાળે ચલાવી લેવાશે નહીં તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.