Western Times News

Gujarati News

કોરોના દર્દીઓ માટે વપરાતા REMDESIVIR ઈન્જેક્શનની કાળાબજારી કરતા આરોગ્યકર્મી સહીત બે ઝડપાયા

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જીવલેણ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઈન્જેકસનની ભારે અછત વર્તાઈ રહી છે ત્યારે કેટલાક તત્વો આવા સમયમાં પણ વધુ તગડી કમાણી કરી લેવાની લ્હાયમાં REMDESIVIR ઈન્જેકસનની કાળા બજારી કરતાં હોય છે.ત્યારે ભરૂચ માં આવો જ બીજો કિસ્સો સામે આવ્યો છે.

ભરૂચ SOG દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓ જીવલેણ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા REMDESIVIR ઈન્જેકસનની ભારે અછત વર્તાઈ રહી છે.ત્યારે કેટલાક તત્વો આવા સમયમાં પણ વધુ તગડી કમાણી કરી લેવાની લ્હાયમાં રેમડેસિવિર ઈન્જેકસનની કાળા બજારી કરતાં હોય છે.ભરૂચ SOG ની ટીમે આવા બે કાળાબજારિયાઓને ઝડપી પાડી ૬ ઈન્જેક્શન કબ્જે કર્યા છે.SOG ના પોલીસ ઈન્સ્પેકટર કરણસિંહ મંડોરાને માહિતી મળી હતી કે દહેજ બાયપાસરોડ ઉપર ઊંચી કિંમતે REMDESIVIR ઈન્જેક્શન વેચાય છે.હાલના સમયમાં આ ઈન્જેક્શનના વિતરણ ઉપર સરકારનો નિયંત્રણ છે અને કાળાબજારી ન થાય તે માટે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

પોલીસ સબ ઈન્સ્પેકટર નરેશ ટાપરીયાની ટીમને તપાસ માટે ઘટનાસ્થળે મોકલાઈ હતી.જેમાં દહેજ બાયપાસ રોડ પર આવેલ શેઠ મેડિકલ સ્ટોર પર REMDESIVIR ઈન્જેકસનનું વેચાણ કરવા આવેલ અરબાઝ ગરાસિયા નામના ઇસમને બે ઈન્જેક્શન ઝડપી પાડ્યો હતો.અરબાઝ આ ઈન્જેક્શન મેડિકલ સ્ટોરના સંચાલક ઇમરાન શેઠને આપતો હતો.દુકાનમાં સર્ચ કરવામાં આવતા વધુ ૪ ઈન્જેક્શન મળી આવ્યા હતા.

SOG પોલીસના હાથે ઝડપાયેલ આરોપી અરબાઝ ગરાસિયા દહેજ બાયપાસ રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવે છે તે REMDESIVIR ઈન્જેકસન શેઠ મેડિકલ સ્ટોર પર ઈમરાન શેઠને આપતો હતો.પોલીસે બન્નેની ધરપકડ કરી તેઓ પાસેથી ૬ REMDESIVIR ઈન્જેકસન કબ્જે કરી રૂપિયા ૫૩ હજારનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. આરોપી REMDESIVIR ઈન્જેકસન ક્યાથી લાવતો હતો એ બાબતની પોલીસ તપાસ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય એ છે કે અગાઉ ગત સપ્તાહે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઈન્સ્પેકટર અનિલ ચૌહાણે એક તબીબ સહીત ત્રણ લોકોની ધરપકડ કરી ૯ રેમડેસીવીર કબ્જે કાર્ય હતા.આ ટોળકી અંકલેશ્વરમાં ઈન્જેક્શન વેચવાની પેરવી દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગઈ હતી.ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે.ત્યારે આવા કપરા સમય માં પણ લોકો કાળાબજારી કરી રહ્યા છે.ત્યારે જોવું રહ્યું કે દર્દીઓને સાજા કરવા માટે વપરાતા ઈન્જેકશનો હવે લોકો કાળાબજારી કરી રહ્યા છે જેઓ પર પોલીસે લાલ આંખ કરવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.