કોરોના દર્દીઓ સાથે અછુતો જેવો વ્યવહાર થાય છે: કોર્ટ
નવીદિલ્હી, કોવિડ ૧૯ના દર્દીઓના મકાનની બહાર એકવાર પોસ્ટર લાગી જવા પર તેમની સાછે અછુતો જેવો વ્યવહાર થઇ રહ્યો છેઅને આ જમીની સ્તર પર એક અલગ હકીકત દર્શાવે છે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે કેન્દ્રે સુપ્રીમમાં કહ્યું કે જાે કે તેણે આ નિયન બનાવ્યો નથી પરંતુ તેની કોવિડ ૧૯ દર્દીઓને કલંકિત કરવાની ઇચ્છા નથી તેનું લક્ષ્ય અન્ય લોકોની સુરક્ષા કરવાનો છે.
સુપ્રીમે કહ્યું કે જમીની સ્તર પર હકીકત કંઇક અલગ છે અને તેના મકાનો પર આવા પોસ્ટર લાગ્યા બાદ તેની સાથે અછુતો જેવો વ્યવહાર થઇ રહ્યો છે કેન્દ્ર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કેટલાક રાજયો સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે પોતાના સ્તર પર આમ કરી રહ્યાં છે.મહેતાએ કહ્યું કે કોવિડ ૧૯ના દર્દીઓના મકાન પર પોસ્ટર ચોંટાડવાની પધ્ધતિને ખતમ કરવા માટે દેશવ્યાપી દિશાનિર્દેશ જારી કરવાની વિનંતી કરનારી અરજી પર અદાલતના આદેશ પર કેન્દ્રે પોતાનો જવાબ આપ્યો છે સુપ્રીમે કહ્યું કે કેન્દ્ર દ્વારા દાખલ જવાને રેકોર્ડ પર આવવા દો ત્યારબાદ ગુરૂવારે અમે તેના પર સુનાવણી કરીશું.
સુપ્રીમે પાંચ નવેમ્બરે કેન્દ્રને કહ્યું હતું કે તે કોવિડ ૧૯ દર્દીઓના મકાન પર પોસ્ટર ચિપકાવવાની પધ્ધતિ ખતમ કરવા માટે દિશાનિર્દેસ જારી કરવા પર વિચાર કરે અદાલતે કુશ કાલરાની અરજી પર સુનાવણી કરતા કેન્દ્રેને ઔપચારિક નોટીસ જારી કર્યા વિના જવાબ માંગ્યો હતો. બેંચે કહ્યું કે જયારે દિલ્હી હાઇકોર્ટે શહેરની સરકાર દર્દીઓના મકાનો પર પોસ્ટર નહીં લદાવવા પર રાજી થઇ શકે છે તો આ સંબંધમાં કેન્દ્ર સરકાર પુરા દેશ માટે દિશાનિર્દેશ કેમ જારી કરી શ કે નહીં. દિલ્હીની આપ સરકારે દિલ્હી હાઇકોર્ટમાં કહ્યું હતું કે તેણે પોતાના તમામ જીલ્લાને નિર્દેસ આપ્યો છે કે તેઓ કોવિડ ૧૯ દર્દીઓ અથવા હોમ આઇસોલેશનમાં રહેતા લોકોના મકાનો પર પોસ્ટરો ન લગાવે અને પહેલાથી લાગેલ પોસ્ટરો હટાવી દે.HS