કોરોના નેગેટિવ છતાં મોત થતાં મહિલાનું પીએમ કરાયું
બેંગલુરુ : માર્ચ મહિનામાં કોવિડ પોઝિટિવ આવેલી એક મહિલાનું એપ્રિલમાં અવસાન થયું હતું. જાેકે, મહિલાનું મોત થયું તે પહેલા તેઓ કોરોના નેગેટિવ થઈ ચૂક્યા હતા. તેવામાં તેમના મોતનું સાચું કારણ જાણવા માટે તેમના પતિએ તેમનું પોસ્ટમાર્ટમ કરાવવાનો ર્નિણય લીધો હતો. મહિલાને કોરોના થયો ત્યારે તેના લક્ષણો હળવા હોવાથી ઘરે જ સારવાર આપવામાં આવી રહી હતી.
હોમ આઈસોલેશનમાં રહેલી મહિલાને ૧૨ દિવસ બાદ શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાેકે, ત્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ ૫ એપ્રિલના રોજ તેઓ મોતને ભેટ્યાં હતાં. મહિલાના પતિ અમેરિકામાં સ્પેસ સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત છે. તેમણે પોતાની પત્નીના મોતનું સાચું કારણ જાણવા માટે પીએમ કરાવવાનો આગ્રહ રાખ્યો હતો.
મૃતકનું પીએમ બેંગલુરુમાં આવેલી ઓક્સફોર્ડ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ૭ એપ્રિલના રોજ કરવામાં આવ્યું
હતું. સામાન્ય રીતે કોરોના ફેફસાંને સૌથી વધુ ડેમેજ કરતો હોય છે. જાેકે, મહિલાના પીએમ રિપોર્ટમાં જણાવાયું હતું કે તેમના ફેફસાં સોફ્ટ અને ૮૫૦ ગ્રામ જેટલું વજન ધરાવતા હતા. નવાઈની વાત એ છે કે, આ જ હોસ્પિટલમાં ઓક્ટોબર ૨૦૨૦માં કોરોનાથી મોતને ભેટેલી અન્ય એક મહિલાનું પીએમ કરાયું હતું, જેમાં તેના ફેફસાં ટેનિસ બોલ જેવા સખ્ત થઈ ગયા હોવાનો પીએમ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ બંને પીએમ કરનારા ફોરેન્સિક એક્સપર્ટ ડૉ. દિનેશ રાવના જણાવ્યા અનુસાર, મહિલાને માત્ર કોરોનાની સારવાર અપાઈ હતી, જ્યારે તેની હાર્ટ પ્રોબ્લેમને અવગણાઈ હતી. તેમનું મોત કોરોનાથી નથી થયું.