કોરોના પૉઝિટીવ ફારુક અબ્દુલ્લાની તબિયત બગડી,હોસ્પિટલમાં દાખલ
શ્રીનગર: નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ અને સાંસદ ફારુક અબ્દુલ્લાને શનિવારે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ચાર દિવસ પહેલા કોરોના વાયરસ સંક્રમિત જાેવા મળેલ જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લાના દીકરા ઉમર અબ્દુલ્લાએ તેમની તબિયત વિશે માહિતી આપી છે. ઉમરે ટિ્વટ કરીને જણાવ્યુ છે કે તેમને શ્રીનગરમાં એડમિટ કરવામાં આવ્યા છે. ઉમરે એ બધાનો આભાર માન્યો છે જેમણે તેમના પિતાની તબિયત માટે દુઆ કરી છે.
ઉમર અબ્દુલ્લાએ શનિવારે ટિ્વટ કરીને લખ્યુ કે ફારુક અબ્દુલ્લાને ડૉક્ટરોની સલાહ પર વધુ સારા નિરીક્ષણ માટે શ્રીનગર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બધા લોકો જેમણે ફારુક અબ્દુલ્લાની તબિયત માટે ચિંતા વ્યક્ત કરી છે એ બધાનો અમારો પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. ૩૦ માર્ચે થયો હતો કોરોના પૉઝિટીવ ફારુક અબ્દુલ્લા ૩૦ માર્ચે કોરોના પઝિટીવ જાેવા મળ્યા હતા.
ફારુક અબ્દુલ્લાના દીકરા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ ૩૦ માર્ચે ટિ્વટ કરીને જણાવ્યુ હતુ કે મારા પિતા સંક્રમિત મળ્યા છે. તેમનામાં ઘણા લક્ષણ પણ દેખાઈ રહ્યા છે. તેને જાેતા હું અમે અમારો આખો પરિવાર ખુદને સેલ્ફ આઈસોલેટ કરી રહ્યા છે.