કોરોના પોઝીટીવ હોમ આઈસોલેશન દર્દીઓ પર હવે ચાંપતી નજર રખાશે
(એજન્સી) અમદાવાદ, ગાંધીનગરમાં ઓમિક્રોનના કેસો પણ પ્રકાશમાં આવ્યા છે. શહેરમા ૧૬ કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રહેવાની સુચનાઓ આપવામાં આવી હોવા છતાં ઘણા દર્દીઓ દ્વારા તેનું પાલન કરવામાં આવતુ ન હોવાની વ્યાપક ફરીયાદો પણ મળી છે.
જેને લઈને આગામી દિવસમાં આરોગ્ય કર્મચારીઓની ખાસ સ્કવોર્ડ બનાવવામાં આવશે. આ સ્કવોડ કોરોના દર્દીઓ પર ચાપતી નજર રાખશે. બીજી તરફ સ્મશાનમાં પણ આગોતરી તૈયારી કરી દેવામાં આવી છે.
સ્મશાનના સુત્રોએે કહ્યુ હતુ કે અંતિમ ક્રિયા માટે લાકડાની૧૮ ભઠ્ઠીઓ, ર સીએનજી તેમજ એક સ્વર્ગારોહણ ભઠ્ઠીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેમજ પૂરતી માત્રામાં લાકડાનો જથ્થો, પણ સ્ટોર કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગર જીલ્લામાં ઘાતકી નીવડેલી કોરોનાની બીજી લહેરમાં આરોગ્ય તંત્ર દોડતુ થઈ ગયુ હતુ.
હવે જેયારેે શહેરમાં એક પછી એક કોરોનાના કેસો સામે આવી રહ્યા છે ત્યારે આરોગ્ય તંત્રએ આગોતરા આયોજન કરીને પીએચસી અને સીએચસી કેન્દ્રો પર રોજના એક હજાર રેપીડ ટેસ્ટ કરવાના આદેશો આપી ૩૪૦૦ બેડની સુવિધા ઉભી કરી ઓક્સિજન પ્લાન્ટનું પણ ચકીંગ કરવામાં આવી રહ્યુ છે.
દેશ સહિત રાજયેમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાથી ડબલ ડીજીટમાં કોરોનાના કેસો સામે આવવા લાગ્યા છે. ગાંધીનગરમાં પણ એક પછી એક કોરોનાના કેસ આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અગાઉ કોરોનાની બીજી લહેર ઘણી ઘાતકી પુરવાર થઈ હતી.
લાકડા, ખાટલા અને બાટલા પણ ખુટી ગયા હતા. સ્થિતિ એટલી હદે ગંભીર બની ગઈ હતી કે સ્મશાનમાં પણ વેઈટીંગ લીસ્ટ જાહેર કરવાની નોબત આવી ગઈ હતી. ત્યારે સદંતર નિષ્ફળ નીવડેલા આરોગ્ય તંત્ર દ્વારા ભૂતકાળની ઘટનાનુૃ પુનરાવર્તન ન થાય એ માટેે આગોતરૂ આયોજન ત્રીજી લહેર સામે લડવા સજ્જ થવા કરાઈ રહ્યુ છે.
જેના ભાગરૂપે ગાંધીનગરમાં ૩૪૦૦ બેડની સુવિધા હાલમાં ઉભી કરી દેવાઈ છે. તેમજ સિવિલમાં દવાઓનો પુરતો જથ્થો પણ રાખી દેવાયો છે. આ અંગે સુત્રોએ જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં જે રીતે કોરોનાના કેસો વધવા લાગ્યા છે એને લઈને હવેથી દરરોજ પીએચસી અને સીએચસી સેન્ટરો પર એક હજાર રેપિડ ટેસ્ટ કરવાના આદેશો આપી દેવાયા છે.