કોરોના : બાંગ્લાદેશે ભારતીય પ્રવાસીઓ પર લગાવી રોક
ઢાકા: કોરોનાકાળ હવે કોને પોતાનો કોળીયો બનાવે તે કહેવુ મુશ્કેલ બની ગયુ છે. દરેક વ્યક્તિ ભયમાં જીવી રહ્યુ છે. કોરોનાની બીજી લેહરે માત્ર દેશ જ નહીં પરેદેશને પણ હચમચાવી મુક્યુ છે. ત્યારે હવે બાંગ્લાદેશે ભારતના પ્રવાસીઓ પર રોક લગાવી દીધી છે. આ પ્રતિબંધ આગામી બે સપ્તાહ સુધી ચાલુ રાખવામાં આવશે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડો. એકે. અબ્દુલ મોમેને જણાવ્યું હતુ કે, ભારતમાં કોરોના સંક્રમીતના કેસો ખુબ વધી રહ્યા છે. તે ધ્યાનમાં રાખીને શેખ હસીના સરકારે ભારતથી બાંગ્લાદેશ આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધ આગામી બે વીક સુધી લાગુ રાખવામાં આવશે.
બાંગ્લાદેશે પ્રવાસીઓની સાથે બાંગ્લાદેશની સીમા પણ સીલ કરી દીધી છે. ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન કમાલે જણાવ્યુ છે કે બોર્ડર ભલે સીલ થઇ હોય પરંતુ બન્ને દેશો વચ્ચે વેપાર તો કાર્યરત રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય દેશોએ પણ ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. કોરોનાની પરિસ્થિતી વધુ વણસે નહીં એ માટે થઇને દરેક દેશો અગમચેતી પગલા ભરી રહી છે.