કોરોના ભય : દુનિયામાં ૩૦ કરોડ બાળક સ્કુલ જતા નથી

પ્રતિકાત્મક
નવી દિલ્હી: કોરોના વાયરસના પરિણામ સ્વરૂપે દિલ્હીમાં તમામ પ્રાઈમરી સ્કુલોને ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસના કારણે આ સ્થિતિ માત્ર દિલ્હીમાં જ નથી બલકે દુનિયાભરમાં બાળકો કોરોના ખોફથી સ્કુલ જઈ રહ્યા નથી. કોરોના વાયરસથી હાલમાં દુનિયાના ૯૦થી વધારે દેશો પ્રભાવિત થયેલા છે. જેના લીધે તમામ જગ્યા પર સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ઈટાલીમાં તમામ સ્કુલોને બંધ કરવામાં આવી છે. જ્યારે અન્ય જગ્યાઓ પર સ્કુલ ખુલી છે તો ભયના કારણે બાળકો સ્કુલ જઈ રહ્યા નથી. સ્થિતિ એ છે કે, દુનિયમાં આશરે ૩૦ કરોડ બાળકો સ્કુલ જઈ રહ્યા નથી.
થોડાક સપ્તાહ પહેલા સુધી માત્ર ચીનમાં સ્કુલ કોલેજાને બંધ રાખવામાં આવી હતી. હવે ખતરનાક વાયરસ અન્ય દેશોમાં ફેલાતા સ્થિતિ ગંભીર બની ગઈ છે. ત્રણ મહાદ્ધિપમાં ૨૨ દેશોમાં સ્કુલોને બંધ કરવાની જાહેરાત થઈ ચુકી છે. ખતરનાક સ્થિતિનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે સંયુક્ત રાષ્ટ્રનું કહેવુ છે કે, જે રીતે આ વાયરસે આતંક મચાવ્યો છે તેનાથી મોટાપાયે શિક્ષણ વ્યવસ્થાને અસર થઈ છે. દિલ્હીની સ્કુલો ઉપરાંત દક્ષિણ કોરિયા, ઈરાન, જાપાન, ફ્રાંસ, પાકિસ્તાન, અમેરિકા અને અન્ય દેશોમાં સ્કુલો બંધ કરી દેવામાં આવી છે. કેટલીક જગ્યાઓએ થોડાક દિવસ માટે સ્કુલો બંધ કરાઈ છે.
જ્યારે કેટલીક જગ્યાએ સપ્તાહ સુધી સ્કુલો બંધ કરાઈ છે. જ્યારે ઈટાલીમાં દેશના ઉત્તરીય હિસ્સામાં સમગ્ર દેશમાં સ્કુલો બંધ કરી દેવામાં આવી છે. તમામ સ્કુલો અને યુનિવર્સિટી ૧૫મી માર્ચ સુધી બંધ રહેશે. શિક્ષણગતિવીધી ઠપ થઈ ચુકી છે. બાળકોના શિક્ષણને માઠી અસર થઈ છે.