કોરોના : ભારત સરકારના એક નિર્ણયથી એક લાખ મોત ટાળી શકાઇ હોત : અભ્યાસ
નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે ભારે અસરો પાડી સ્થિતિ એ રહી કે એપ્રિલ મે સુધી તો કોરોનાના કેસ દરરોજ ત્રણ લાખના આંકડાને પાર પહોંચી ગયા હતાં જયારે મોતના આંકડા છ હજાર સુધી પહોંચી ગયા હતાં જાે કે જુનના મધ્યથી કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી છે.આ દરમિયાન અમેરિકા અને બ્રિટેનમાં થયેલ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જાે ભારતમાં લોકડાઉન લગાવવાને લઇ માર્ચની શરૂઆતમાં જ નિર્ણય લેવાઇ ગયો હોત તો કોરોનાના ૯૦ લાખથી ૧.૩ કરોડ કેસ રોકી શકાયા હોત આ ઉપરાંત લગભગ એક લાખ લોકોના મોતને પણ રોકી શકાયા હોત
એ યાદ રહે કે અનેક પબ્લિક હેલ્થ નિષ્ણાંત કોરોનાની બીજી લહેર દરમિયાન ચુંટણી રેલીઓ કુંભ મેળો અને સામાજિક કાર્યક્રમો પર રોક લગાવવાને લઇ તર્ક આપી ચુકયા છે. જાે કે આ પહેલો અભ્યાસ છે જેમાં બીજી લહેર દરમિયાન રોકી શકાય તેવા મોતો અને કેસોની બાબતમાં માહિતી આપવામાં આવી છે. ભારતમાં બીજી લહેર આવ્યા બાદ કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી નહીં
પરંતુ આ નિર્ણય રાજયો પર છોડી દેવામાં આવ્યો હતો પૂર્ણ લોકડાઉનની જાહેરાત સૌથી પહેલા મહારાષ્ટ્રમાં થઇ જયાં ૧૪ એપ્રિલથી પ્રતિબંધ લાગી ગયો અનેક રાજયોમાં તો કોરોનામાં જબરજસ્ત વધારો થવા છતાં પ્રતિબંધ પહેલા ચુંટણી પ્રક્રિયા પુરી થવાની રાહ જાેવામાં આવી
આ અભ્યાસનું નેતૃત્વ કરનારાઓમાં યુનિવર્સિટી ઓફ મિશિગનમાં બાયોસ્ટેટિકસના પ્રો.ભરમાર મુખર્જી અને લંડનની ઇપીરિયલ કોલેજના સ્વપ્નિલ મિશ્રા સામેલ છે અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે તેજીથી ફેલાનાર ડેલ્ટા વેઇએટ ભારતમાં બીજી લહેરનું મોટું કારણ રહ્યું પરંતુ શરૂઆતી પ્રતિબંધો દ્વારા તેને નિયંત્રિત કરી શકાય તેમ હતું. અમેરિકા અને બ્રિટનના રિસર્ચ ગ્રુપ તરફથી કરવામાં આવેલ આ અભ્યાસમાં એ માહિતી લગાવવામાં આવી છે
કેવી રીતે મહારાષ્ટ્રમાં ડિસેમ્બર ૨૦૨૦માં જ ડેલ્ટા વેરિએટની ઓળખ બાદ કેસ વધવાનું શરૂ થયા ગયાં અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ૧ માર્ચથી ૧૫ મે સુધી કોરોનાના પીક સમય દરમિયાન આંશિક પ્રતિબંધો દ્વારા પણ ભારતમાં થયેલ ૧,૦૯,૦૦૦માંથી ૯૦ ટકા મોત રોકી શકાઇ હોત
ભારતમાં કોરોનાની બીજી લહેર ફેબ્રુઆરીના મધ્યથી શરૂ થઇ હતી ત્યાં સુધી દેશમાં લગભગ ૧ કરોડ ૮ લાખ કેસ હતાં જાે કે ૧૫ મે સુધી વધી ૨.૪૩ કરોડ સુધી પહોંચી ગયા ૧ માર્ચથી ૧૫ મે સુધી દેશમાં મોતનો આંકડો પણ ૧.૫૭ લાખથી વધી ૨.૬૬ લાખને પાર ચાલ્યો ગયો હતો.