Western Times News

Gujarati News

કોરોના મહામારીના કારણે દેશને ૧૦ લાખ કરોડનું નુકસાન

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ જણાવ્યું હતું કે મા કોરોના મહારીના કારણે કેન્દ્ર અને રાજય સરકારોને રૂ.૧૦ લાખ કરોજ રૂપિયાની નુકસાની આવી છે. ૩૯માં રાષ્ટ્રવ્યાપી મંડળના કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરતા ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજય સરકારોને કોવિડ ૧૯ મહામારીના કારણે ૧૦ લાખ કરોડ રૂપિયાનો ફટકો પડશે આથી આપે અર્થવ્યવસ્થામાં ઓઇલ નાખીને પંપ કરવાની જરૂર છે નહીં તો ઉદ્યોગ અને વ્યવસાય નહીં ચાલી શકે છે.

ગડકરીએ કહ્યું હતું કે આ વખતે અમે નક્કી કર્યું છે કે ૧૧૫ જીલ્લા જે સામાજીક અને આર્થિક રીતે પછાત છે તેની અર્થવ્યવસ્થાને વિકસિત કરવી જાેઇએ.તેમણે ઉમેર્યું કે અર્થવ્યવસ્થાને બહેતર કરવી પણ એટલી જ જરૂરી છે તેટલી કોરોના વાયરસ સામેની લડાઇ આપણે ભારતને ૫ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું મિશન પુરૂ કરવાનું છે અને આપણી પાસે તે ક્ષમતા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.